28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા માઝૂમ નદીના કિનારે બનતા રિવર પાર્ક માઝૂમ નદીની ઘોર...

અરવલ્લી : મોડાસા માઝૂમ નદીના કિનારે બનતા રિવર પાર્ક માઝૂમ નદીની ઘોર ખોદી નાખશે…!!

0
113

સામાન્ય રીતે ગેરકાયદેસર ખનીજનું વહન કરવું હોય તો ખાણ ખનીજ વિભાગ વાહનો જપ્ત કરીને દંડ વસૂલવાની કાર્યવાહી કરતું હોય છે, જોકે આ વચ્ચે અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ખનીજ ચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ ખાણ ખનીજ વિભાગની કામગીરી સતત સવાલોના ઘેરામાં આવતી હોય છે. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં માઝૂમ નદી કિનારે રિવર પાર્કનું કામ ચાલે છે, જ્યાં કાંકરો કાઢીને નજીકમાં પુરણ કરાઈ રહ્યું છે. નદી માં મોટો ખાડો ખોદી દેવાયો છે, જેની ચર્ચાઓ હાલ ચાલી રહી છે, પણ અહીં સવાલ એ છે કે, અહીં એજન્સી એ મંજૂરી મેળવી છે કે નહીં?

મોડાસા શહેરના વિકાસ માટે ઘણા વર્ષોથી રિવર પાર્કની રાહ જોવામાં આવતી હતી જેનું થોડા મહિના અગાઉ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, લોકોને આશા છે, કે કામ સારૂ અને ઝડપી થાય, પણ પૈસા બચાવવાની લ્હાયમાં એજન્સી ઘોર ખોદી નાખી રહ્યું હોય, તેવું લાગી રહ્યું છે. રીવર પાર્કના નિર્માણ માટે માઝૂમ નદીમાંથી મોટાપાયે કાંકરો લેવા ખોદકામ થઈ રહ્યું છે. હિટાચી મશિન મુકીને ભારે ખોદકામ ચાલી રહ્યું છે, જોકે કોની મંજૂરી લેવામાં આવી છે, તે તો ભગવાન જણે, પણ મોડાસા નગરપાલિકા, સિંચાઈ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ આ વાતથી અજાણ છે.

આ અંગે મોડાસા નગરપાલિકા ના ચીફ ઓફિસ નો સંપર્ક કરતા જણાવ્યું કે, જ્યારે એજન્સી ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એટલે, તમામ જવાબદારી એજન્સી ની હોય છે. તો બીજી બાજુ ખોદકામ કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા કોઈ મંજૂરી ન આપવામાં આવી હોવાનું અધિકારી સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. આ અંગે ખાણ ખનીજ વિભાગ ના રોયલ્ટી ઈન્સ્પેક્ટર વિરેન્દ્ર સોલંકી નો સંપર્ક કરતાં જવાબ મળ્યો કે, અમે તપાસ કરાવીને જણાવીએ છીએ. ખાણ ખનીજ વિભાગ જવાબ આપે ત્યાં સુધીમાં તો કોણ જાણે કેટલું ખોદકામ થઈ જશે. શું કોઈ વિભાગને કોઇપણ પ્રકારની જાણ છે કે નહીં???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!