31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી પોલિસ માં હવે રીતસરના બુટલેગર !!! 816 બોટલ નું કટિંગ કરતા LCB એ 2 પોલિસકર્મીને દબોચ્યા, એકનો ઈતિહાસ તો….


ખાખીની આડમાં બની ગયા બુટલેગર…. દારૂનું કટિંગ કરતા અરવલ્લી LCB એ ઝડપ્યા
શામળાજી પોલિસ સ્ટેશન વિસ્તારમાં નોકરી અને ત્યાં કટિંગ !!!
28 તારીખ સવારે પ્રોહિબિશન ચેકિંગમાં જોડાયા,, અને રાત્રે,,, દારૂમાં ઝડપાયા
ખાખીને બદનામ કરતા કેટલાક ખાખી બુટલેગરો !!!!
બે દિવસ પહેલા મેરા ગુજરાતે વહીવટદારો અંગે કર્યો હતો ઘટસ્ફોટ
પોલિસકર્મી રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ સામે પ્રોહિબિશનના 4 કેસ !!!
પોલિસકર્મી પોપટભાઈ કાળાભાઈ ભરવાડ સવારે પ્રોહિબિશન ડ્રાઈવમાં હરખથી જોડાયા હતા !!!!!

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા પોલિસમાં કેટલાક ભ્રષ્ટ અને રીતસરના બુટલેગર બની બેઠા છે, જેને સમગ્ર પોલિસની આબરૂ લીરેલીરા ઉડી રહ્યા છે. આજે પોલિસ કર્મચારીઓ દારૂનું કટિંગ કરતા પકડાય છે, તેવું નથી પરંતુ, ભૂતકાળમાં પણ આવું કેટલીયવાર બની ગયું છે, છતાં આવા ખાખી બુટલેગર સુધરવાનું નામ નથી લેતા અને અન્ય પોલિસ કર્મચારીઓને પણ બગાડી રહ્યા છે. એક કહેવત છે કે, એક માછલી આખા તળાવને ખરાબ કરે છે, અહીં તો આવી કેટલીય માછલીયો છે, જે તળાવ ખરાબ કરી દીધું હશે !!!

અરવલ્લી જિલ્લા પોલિસની ટીમે રવિવાર એટલે કે, 28 ડિસેમ્બરના રોજથી અણસોલ ચેક પોસ્ટ સહિત જિલ્લાની આંતરરાજ્ય સીમાઓ પર પોલિસને પહેરો લગાવ્યો હતો. કારણ એ હતું કે, કોઈ બુટલેગર ગુજરાતમાં દારૂ ઘુસાડે નહીં. આ સમયે અણસોલ ચેકપોસ્ટ પર એક મલકાતો પોલિસ કર્મચારી પણ ચેકિંગ કરવાનો ડોડ કરતો હતો અને તમામ પોલિસ કર્મચારીઓની સાથે પોપટભાઈ કાળાભાઈ ભરવાડ રહે.લીંબ તા.બાયડ જી.અરવલ્લી અને રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ રહે. જામઠા તા.ધનસુરા જી.અરવલ્લી આ બંન્ને વાહન ચેકિંગમાં લાગી ગયા હતા. કોઈપણ પોલિસ અધિકારીને જરાય ગંધ ન આવે, તેમ તેઓ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતા હતા, જોકે આ બંન્ને 12 કલાક પછીનો સમય ખરાબ આવી જશે, તેવો જરાય અંદાજ નહોતો અને રાત્રીના સમયે આ બંન્ને પોલિસ કર્મચારીઓ દારૂને ખેપમાં, તેમના સાથીઓએ દબોચી લીધા.

હવે વાત જાણે એમ છે કે, થર્ટી ફર્સ્ટને લઇને અરવલ્લી પોલિસે અણસોલ ચેક પોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જોકે રાત્રીના સમયે બંન્ને ખાખીધારી બુટલેગરોને અંદાજ નહોતો કે, તેઓ પકડાઈ જશે. અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, અણસોલ ચેક પોસ્ટ ખાતે પોલિસની નોકરી કરતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ એ નજીકમાં આવેલ અણસોલ ની ભણાત ફળીમાં રહેતા સુરેશભાઈ ઉર્ફે મામુ રણછોડભાઈ નિનામા ની સી.એન.જી. રીક્ષામાં રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેમના રહેણાંક ઘરે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો. એટલું જ નહીં આ જથ્થો જામઠાના રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ (પોલિસકર્મચારી) ને કટિંગ આપવાનો છે. આ સમયે પોલિસે સુરેશભાઈ ઉર્ફે મામુ રણછોડભાઈ નિનામાના ઘરે રેડ કરતા રહેણાંક મકાનની આગળ એક વાદળી કલરની મારૂતી કંપનીની સ્વીફટ ગાડી તથા સી.એન.જી.રીક્ષા ઉભી હતી. સી.એન.જી. રિક્ષામાંથી એક પોલીસ યુનીફોર્મ પહેરેલ ઇસમ તથા તેની સાથે ઉભેલ બીજા ત્રણ ઇસમો રિક્ષામાંથી પુંઠાના બોક્ષ સ્વીફટ ગાડીમાં ભરી રહ્યા હતા. બસ પોલિસે આ જોયું અને તમામ લોકોને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ યુનિફોર્મ પહેરેલ ઇસમ અ.પો.કો.પોપટભાઈ કાળાભાઇ ભરવાડ બ.નં.૭૪૧ તથા બીજો એક પો.કો.રાહુલભાઈ ઉર્ફે જયેશભાઇ લીલાભાઈ દેસાઈ બ.નં.૧૪૨ ઝડપાઈ ગયા હતા. આ સાથે જ અન્ય બે ઇસમો ભાગી જવામાં સફળ થયા હતા. સી.એન.જી.રિક્ષા નં. GJ31X3616 તથા સ્વીફટ ગાડીનં.GJ.31.R.7481 માં જોતાં, તેમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂ તથા બિયરની બોટલ/ટીનની પેટીઓ તેમજ રહેણાંક ઘરના વાડામાં રાખેલ વિદેશીદારૂ તથા બિયર ની કુલ પેટીનંગ-27, કુલ બોટલ -816, કુલ કિંમત 3,75,120/-નો દારૂ પકડી પાડ્યો હતો.. પોલિસે કાર, રિક્ષા સહિત કુલ 10,45,120/ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પકડાયેલ મુદ્દામાલ :-
(૧) વિદેશીદારૂની કુલ બોટલ/ટીન નંગ-૮૧૬ જેની કુલ કિ.રૂ. ૩,૭૫, ૧૨૦/- નો પ્રોહી મુદ્દામાલ
(૨) મારૂતી સ્વીફટ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
(૩) સી.એન.જી.રીક્ષાની કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
(૪) મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૭૦,૦૦૦/-

પકડાયેલ પોલિસકર્મી
(૧) પોપટભાઈ કાળાભાઈ ભરવાડ રહે.લીંબ તા.બાયડ જી.અરવલ્લી.
(૨) રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ રહે. જામઠા તા.ધનસુરા જી.અરવલ્લી

વોન્ટેડ આરોપી
(૧) રાહુલ દામજીભાઈ વાળંદ રહે.શકતીનગર ધનસુરા તા.ધનસુરા જી.અરવલ્લી
(૨) સુરેશભાઈ ઉર્ફે મામુ રણછોડભાઈ નિનામા રહે.અણસોલ ભણાતફળી તા.શામળાજી જી.અરવલ્લી

પકડાયેલ આરોપી રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈનો પુર્વ ઇતિહાસ
(૧) ટીટોઈ પો.સ્ટે ગુરનં ૦૪૬૩/૨૫ પ્રોહિ કલમ.૬૫(એઇ), ૮૧ મુજબ
(૨) ટીટોઈ પો.સ્ટે ગુરનં ૦૬૯૪/૨૫ પ્રોહિ કલમ.૬૫(એઇ),૮૧ મુજબ
(૩) શામળાજી પો.સ્ટે ગુરનં૦૩૯૬/૨૫ પ્રોહિ કલમ.૬૫(એઇ),૮૧ મુજબ
(૪) ધનસુરા પો.સ્ટે ગુરનં ૦૫૦૮/૨૫ પ્રોહિ કલમ.૬૫(એઈ), ૮૧ મુજબના ગુન્હાઓમાં વોન્ટેડ હોવાનું
જણાઇ આવેલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!