27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ મોડાસા : C.Aને શેર બજારમાં ઉંચા વળતરના નામે 24.73 લાખ સાયબર...

મોડાસા : C.Aને શેર બજારમાં ઉંચા વળતરના નામે 24.73 લાખ સાયબર ગેંગે ઠગી લેતા સાયબર ક્રાઇમે એકને દબોચ્યો

0
110

અરવલ્લી જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસે મોડાસા શહેરમાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટને સાયબર ક્રાઇમ ગેંગની યુવતીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી શેર બજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપી રોકાણ સામે ઉંચો નફો અને વધુ વ્યાજની લાલચ આપી સાયબર ગેંગે ચાર્ટડ એકાઉન્ટન્ટને 24.73 લાખનો બૂચ મારતા સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો અહેસાસ થતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવતા સાયબર ક્રાઇમ PI બી.કે.વાઘેલા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના મુમ્બ્રાના સાયબર ગેંગના સાગરિતને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

આજકાલ શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શેર ટ્રેડિંગ, મ્યુચ્યુઅલ ફંડ અને IPO લોકોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. પરંતુ આ વધતી લોકપ્રિયતાની સાથે સાઇબર ઠગો પણ વધુ એક્ટિવ થઈ ગયા છે. માત્ર રોકાણ કરવાથી નહીં, પરંતુ થોડી બેદરકારીથી પણ તમારી વર્ષોની બચત સેકન્ડમાં ગુમાવી શકાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લામાંથી સામે આવ્યો છે.

મોડાસા શહેરના સાઈ મંદિર વિસ્તારમાં રહેતા અને નવસારીના ચાર્ટડ એકાઉન્ટન્ટ વિશાલ ચંદુલાલ અઢિયાને સોશ્યલ મીડિયા મારફતે સાયબર ક્રાઇમ ગેંગની સાગરિત યુવતીએ સંપર્ક કરી વાતોમાં ભોળવી શેર બજારમાં રોકાણ કરવાનું કહી ઉંચો નફો આપવાનું જણાવી વિશ્વાસમાં લીધા પછી ચાર્ટડ એકાઉન્ટન્ટને શેર માર્કેટમાં રોકાણ કરાવી શરૂઆતમાં તેમના એકાઉન્ટમાં રોકાણ સામે ઉંચુ વળતર મળતાં ચાર્ટડ એકાઉન્ટ લાલચમાં આવી જતા સાયબર ક્રાઇમ ગેંગે તેમને શેર અને આઈપીઓમાં રોકાણ કરવાનું કહી ધીરે ધીરે જુદા-જુદા ખાતામાં 24.73 લાખ રૂપિયા ખંખેરી લેતા વિશાલ અઢિયાને સાયબર ક્રાઇમ ગેંગનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી સાયબર ફ્રોડના રૂપિયા જમા થનાર સાયબર ગેંગના સાગરિત ખાતા ધારક મહારાષ્ટ્રના જાહીદઅલી ગુલામઅબ્બાસ પૂંજાની (રહે,રોયલ ગાર્ડન ફ્લેટ,મુંબ્રા-થાણે)ને દબોચી લઇ સાયબર ગેંગના મુખિયા અને તેના અન્ય સાગરિતોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

જો તમને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્ક્રીમ બતાવવામાં આવે છે તો ચેતી જજો. કારણ કે હવે ઠગ ટોળકીઓ સક્રિય થઈ છે

ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડમાં સતત વધારો થઈ રહ્યો છે
આ ઘટના ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઇમના જોખમને દર્શાવી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં આવા કેસોમાં વધારો જોવા મળ્યો છે, જ્યાં લોકોને શેર માર્કેટમાં ઓનલાઈન રોકાણની લાલચ આપીને છેતરવામાં આવે છે. પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી એપ કે વેબસાઈટ પર રોકાણ કરતા પહેલા તેની ચકાસણી કરો અને સાયબર ક્રાઇમ હેલ્પલાઈન પર ફરિયાદ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!