29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : UPનો બીરેન્દ્ર ખટીક 3 પિસ્તોલ અને 18 કારતૂસ સાથે અમદાવાદમાં...

અરવલ્લી : UPનો બીરેન્દ્ર ખટીક 3 પિસ્તોલ અને 18 કારતૂસ સાથે અમદાવાદમાં લૂંટ કરવા નીકળ્યો પોલીસે દબોચ્યો

0
68

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થર્ટી ફર્સ્ટને પગલે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ અને અન્ય જીલ્લાને જોડતી સરહદો પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ અને વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે શામળાજી પોલીસની સતર્કતાથી અમાદાવાદમાં લૂંટની મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા બાઇક પર રહેલા આરોપીનો રતનપુર ચેકપોસ્ટ પરથી પીછો કરી કડવઠ ગામ નજીકથી દબોચી લીધો હતો બાઇકની સીટ નીચે સંતાડેલ ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 18 જીવતા કારતૂસ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે લૂંટની ઘટનાનો પ્લાન કરનાર વધુ ચાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પીઆઇ એસ.એસ.માલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક વાહનોનું ચેકિંગ હાથધરતા રાજસ્થાન તરફથી પૂરઝડપે આવતી પેસન પ્રો બાઇકને અટકાવવાનો પ્રયત્ન કરતા બાઇક ચાલકે બાઇક હંકારી મૂકતાં પોલીસે જીપમાં પીછો કરી કડવઠ ગામ નજીક પોલીસજીપ આડશ ઉભી કરી કોર્ડન કરી પકડી લીધો હતો બાઇકની તલાસી લેતા સીટ નીચે સંતાડેલ દેશી બનાવટની ત્રણ પિસ્તોલ અને પાકીટમાંથી 18 જીવતાં કારતુસ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હાથી પોલીસે બાઈક ચાલક બીરેન્દ્ર ચંદરપાલ ખટીક (રહે,H-63 ફિરદોસ મસ્જિદની સામે, ગરીમા ગાર્ડન,સાહીદાબાદ,ગાજીયાબાદ,યુ.પી)ની ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ વટાણા વેરી નાંખ્યા હતા તેના સાગરીતો સાથે અમાદાવાદમાં લૂંટની ઘટનાને અંજામ આપવા પિસ્તોલ અને કારતૂસ સાથે અમદાવાદ જવા નીકળ્યો હોવાનું જણાવ્યું હતું શામળાજી પોલીસની સતર્કતાથી અમદાવાદ માં થર્ટી ફર્સ્ટ દરમિયાન કોઇ મોટી ઘટના બનતી અટકી હતી

શામળાજી પોલીસ,એસઓજી અને એલસીબી પોલીસે લૂંટની ઘટનાને અંજામ આપનાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!