27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines રોમિયોગરી હવે નહીં ચાલે : શી ટીમે મોડાસા સાંઈ મંદિર બગીચા નજીક...

રોમિયોગરી હવે નહીં ચાલે : શી ટીમે મોડાસા સાંઈ મંદિર બગીચા નજીક 3 રોમિયોને દબોચ્યા

0
147
  • રોડ રોમિયોના નામ વાંચી તમે ચોંકી જશો, શહેરમાં લુખ્ખાતત્વો અને આવારાગર્દી કરનાર અસામાજિક તત્ત્વોમાં વધારો
  • બાપના પૈસે હાઈસ્પીડ બાઈક રોડ પર ફિલ્મી સ્ટાઇલ દોડાવી રોફ જમવાતા લબરમૂછીયા

અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં હવે રોમિયોગીરી કરી તો સમજી લેજો હવે તમારી ખેર નથી તમારી કરતુતો પર નજર રાખવા શહેરના માર્ગો પર શી ટીમ પેટ્રોલિંગ સાથે વોચ રાખી રહી છે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સાંઈ મંદિર નજીક નગરપાલિકાના બગીચા નજીક ત્રણ રોડ રોમિયોને રોમિયોગીરી કરવી ભારે પાડી છે મોડાસા મહિલા પોલીસની શી ટીમે ત્રણ છેલબટાઉ ત્રણ રોમિયોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા શહેરના માલપુર રોડ પર શાળા છૂટવાના સમય દરમિયાન અને કોલેજ રોડ પર દિવસભર રોડ રોમિયો હાઈસ્પીડ બાઈક લઇ સ્ટન્ટ કરી હૉર્ન મારતા પૂરઝડપે હંકારી આતંક મચાવી રહ્યા છે મોડાસા મહિલા પોલીસની શી ટીમ શહેરના ભીડભાડ વિસ્તારો સહીત સમગ્ર મોડાસા શહેરના માર્ગો પર શી ટીમ રોડ રોમિયો ને કાયદાના પાઠ ભણાવવા પેટ્રોલિંગ હાથ ધરતા માલપુર રોડ પર આવેલ સાંઈ મંદિર નજીક બગીચા નજીક અને બગીચામાં નિર્લજ વર્તન કરી રોમિયો ગિરી કરતા 1)દેવર્ષસિંહ સંજુસિંહ રાજપૂત (રહે,16,બી ગીતાંજલિ સોસાયટી) 2) મિત લાલાભાઇ બામણીયા (રહે,બી-26 પંચજ્યોત સોસાયટી) અને 3)વિશાલ મગનભાઈ રાઠોડ (રહે,ગુરુકુળ સોસાયટી)ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શી ટીમે રોમિયોગિરી કરતા અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરતા રોમિયોમાં ફફડાટ ફેલાયો છે શી ટીમની કામગીરીને શહેરીજનોએ આવકારી હતી જોકે અનેક યુવતીઓ અને મહિલાઓ રોડ રોમિયોની હરકતોથી તંગ આવી ગઈ હોવા છતાં આબરૂના ડરે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા લુખ્ખાઓની હિંમત વધતી રહે છે

અત્રે ઉલ્લેખનીય છે કે,શહેરમાં જેમ જેમ ભીડભાડ વધી રહી છે તેમ તેમ અસામાજિક તત્વોનો ત્રાસ પણ વધી રહ્યો છે. ચેઈન સ્નેચિંગથી માંડીને છેડતીના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને શહેરના ધમધમતા રોડ પર કે સોસાયટીઓના સૂનકારસ્તા પર એકલ દોકલ મહિલાઓની છેડતીના બનાવો વધી રહ્યા છે. તો શહેરના શાળા, કોલેજો કે શૈક્ષણિક પરિસરોના ગેટ પર અસામાજિક તત્વોના અડ્ડાઓ વધી રહ્યા છે. આ સંજોગોમાં મહિલાઓ અને સગીર વયની કન્યાઓની સુરક્ષા અંગે એક નવીજ સામાજિક ચિંતા ઊભી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!