29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ મોડાસા : રૂરલ પોલીસે લીંભોઇના બુટલેગરે ખેતરમાં સંતાડેલ 772 બોટલ દારૂ ઝડપ્યો

મોડાસા : રૂરલ પોલીસે લીંભોઇના બુટલેગરે ખેતરમાં સંતાડેલ 772 બોટલ દારૂ ઝડપ્યો

0
94
  • બુટલેગર આકાશ ચૌહાણના થર્ટી ફર્સ્ટમાં દારૂની રેલમછેલ કરવાના મનસુબા પર પાણી ફેરવતી પોલીસ
  • પોલીસ રેડના પગલે થર્ટી ફર્સ્ટનીઉજવણીમાં વિદેશી દારૂની મેહફીલ માણવાના સપના જોનાર દારૂના રસિયાઓમાં નિરાશા
  • સ્થાનિક બુટલેગરો ગ્રાહકોની ડિમાન્ડ મુજબ વિદેશી દારૂ મંગાવી રહ્યા છે

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં શરાબ,કબાબ અને સુંદરીની ડિમાન્ડ દર વર્ષે વધારો થઇ રહ્યો છે અરવલ્લી જીલ્લામાં દેશી દારૂ કરતા વિદેશી દારૂનું વેચાણ ધૂમ થઇ રહ્યું છે થર્ટી ફર્સ્ટમાં દારૂની ડિમાન્ડને પહોંચી વળવા બુટલેગરોએ આગોતરું આયોજન કરી દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરી રહ્યા છે

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ, ડ્રગ્સ સહીત નશાકારક પદાર્થો હેરાફેરી અટકાવવા પોલીસે બુટલેગરો અને પેડલરો સામે તવાઈ બોલાવી છે મોડાસા રૂરલ પોલીસે લીંભોઇના બુટલેગરે થર્ટી ફર્સ્ટમાં દારૂનો વેપલો કરવા ખેતરમાં સંતાડેલ 2.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા રૂરલ પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા લીંભોઇ ગામના બુટલેગર આકાશ રમેશ ચૌહાણે બાબરાવીરના મંદિર નજીક આવેલા ખેતરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ હોવાની બાતમી મળતા
તાબડતોડ ખેતરમાં ત્રાટકી ખેતરમાંથી ભારે જહેમત બાદ લાકડા નીચે માટીમાં અને ઉકરડા ને ઉલેચી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ -772 મળી રૂ.2.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર આકાશ રમેશ ચૌહાણ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!