27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપી ને મોડાસા ટાઉન પોલીસે...

અરવલ્લી : ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપી ને મોડાસા ટાઉન પોલીસે દબોચ્યો

0
57

અંકિત ચૌહાણ/જય અમીન
ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલો આરોપી અંતે મોડાસા ટાઉન પોલીસ ટીમે ઝડપી લીધો છે.ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ એન. જાડેજા દ્વારા અરવલ્લી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેને લઇને મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં પણ પોલિસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા મોટી સફળતા મળી હતી.

હાલ થર્ટી ફર્સ્ટને લઇને પોલિસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે, જે અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એક અંગત બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે, ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુના નંબર 11216011250445/2025, ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(સી) અને 61(2) મુજબનો આરોપી પોતાના ઘરે હાજર છે. ચોક્કસ બાતમીના આધારે મોડાસા ટાઉન પોલીસે તાત્કાલિક આરોપી મુસ્તકીમ ઉર્ફે ફૈઝાન તરતો સ.ઓ હબીબુરહેમાન અહેમદભાઈ જાતે સુથાર રહે.૫/બી સાંબલીયા એસ્ટેટ,ઘાંચી હોલ પાસે, ડુગરવાડા રોડ, મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી ઘરે પહોંચીને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગરને જાણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!