32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : શામળાજી પોલીસે બે ટ્રકમાંથી 1.04 કરોડનો દારૂ ઝડપ્યો,72 લાખ દારૂ...

અરવલ્લી : શામળાજી પોલીસે બે ટ્રકમાંથી 1.04 કરોડનો દારૂ ઝડપ્યો,72 લાખ દારૂ ભરેલ ટ્રક GPSથી સજ્જ

0
41
  • બોરનાળા નજીક ત્રણ બાઇક ચાલક બુટલેગર પોલીસ જોઈ 13 પેટી ભરેલ 2.18 લાખનો દારૂ રોડ પર નાખી રાજસ્થાન પરત
  • કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી દારૂ ભરેલ વાહનોમાં GPS લગાવી ગુજરાતમાં દારૂનો સપ્લાય કરતો હતો
  • સિંઘમ મહિલા PI એસ.એમ.માલની કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો
  • CM ભૂપેન્દ્ર પટેલના આગમનની તૈયારીઓમાં વ્યસ્ત પોલીસનો ફાયદો ઉઠાવવાના મનસૂબા પર પાણી ફરી વળ્યું

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પરથી ડ્રાય સ્ટેટ ગુજરાતમાં મોટા પ્રમાણમાં બુટલેગરો વિદેશી દારૂ નિતનવા નુસ્ખા અપનાવી વિવિધ નાના-મોટા વાહનો મારફતે ઠાલવી રહ્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાં પશુ આહારની આડમાં સંતાડેલ 72.29 લાખનો અને અન્ય ટ્રકમાં બટાકાની કટ્ટાની આડમાં સંતાડેલ 32.26 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી ત્રણ ખેપિયાને દબોચી લીધા હતા શામળાજી પોલીસે 12 કલાકમાં બે ટ્રકમાંથી 1.04 કરોડનો વિદેશી દારૂ ઝડપી બુટલેગરો પર સપાટો બોલાવ્યો હતો 72.29 લાખનો દારૂ ચિત્તોડગઢથી અમદાવાદના બુટલેગરને સપ્લાય કરવાનો હતો

શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાનના ચિત્તોડગઢથી ટ્રક કન્ટેનર વિદેશી દારૂ ભરી શામળાજી તરફ આવી રહ્યું હોવાની બાતમી મળતા નાકાબંધી કરી બાતમી આધારીત ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં પશુ આહારના કટ્ટાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 22941 બોટલ કિં.રૂ. 72.29 લાખનો જથ્થા સહિત ટ્રક અને મોબાઈલ મળી કુલ.રૂ.82.39 લાખનો શરાબ જપ્ત કરી ટ્રક ચાલક ગણેશ લક્ષ્મણ મીણા (રહે,કરમાત,ડુંગરપુર-રાજ)ને દબોચી લઇ પૂછપરછ કરતા ટ્રકમાં દારૂ મંગલવાડના બુટલેગર ધનપાલ રમેશ મીણાએ ભરી આપ્યો હોવાનું અને અમદાવાદ પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું ટ્રકમાંથી જીપીએસ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી બૂટલેગર રાજસ્થાનમાં બેઠો બેઠો ટ્રકનું મોનિટરિંગ કરી રહ્યો હતો પોલીસે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથધારી હતી

શામળાજી પોલીસે ટ્રકમાંથી મળેલ અધધ 72.29 લાખનો દારૂની ગણતરી કરી રહી હતી ત્યારે વધુ એક ટ્રકમાં દારૂની હેરાફેરીની બાતમી મળતાં રતનપુર ચેકપોસ્ટ નજીક બાતમી આધારીત ટ્રકને અટકાવી તલાસી લેતા બટાકાના કટ્ટાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ-14664 કિં.રૂ.32.26 લાખ તેમજ ટ્રક,મોબાઈલ અને બટાકા ભરેલ કોથળા મળી કુલ.રૂ.42.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાની ટ્રક ચાલક સુરેશચંદ્ર રામઅવતાર ગુર્જર અને નરેન્દ્રસિંહ બાબુ મેઘવાલને દબોચી લીધા હતા ટ્રકમાં બનહડના બુટલેગર નરેશ હંસરાજ ગુર્જરે ભરી આપ્યો હોવાનું અને બોર્ડર ક્રોસ કરી શામળાજીથી આગળ પહોંચી બુટલેગર નરેશ ગુર્જર મોબાઈલ પર આદેશ આપે ત્યાં પહોંચાડવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!