37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોતની દોરી વેચતા વસાદરાના શનિ વાળંદના ઘરેથી બાયડ પોલીસે...

અરવલ્લી : મોતની દોરી વેચતા વસાદરાના શનિ વાળંદના ઘરેથી બાયડ પોલીસે 353 ચાઇનીઝ દોરીના ફિરકા સાથે દબોચ્યો

0
50
  • ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ઠેર ઠેર વેચાણ
  • ચાઈનીઝ દોરી મજબૂત હોવાથી પતંગનો પેચ કાપવાની પતંગ રસિયાઓની ઘેલછા માણસો અને પશુ પંખીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે
  • ચાઇનીઝ દોરીની રૂ.100 થી 200ની ફીરકી રૂ.600 થી 800 માં વેચાણ થતાં અનેક યુવાનો ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે
  • ચાઇનીઝ દોરીના વેચાણ કરનાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવાની સાથે જામીન મળી જતા હોવાથી લેભાગુ વેપારીઓ અને યુવાનોને ડર નથી રહ્યો..!!

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચાણ કરતા લેભાગુ તત્ત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપતા પોલીસ દોડાદોડી કરી બાતમીદારો મારફતે એકલ દોકલ ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી રહી છે બાયડ પોલીસે વસાદરા ગામના એક યુવકના ઘરમાંથી 1.76 લાખથી વધુની ચાઇનીઝ દોરીની 353 ફિરિકીઓ જપ્ત કરી મોતની દોરી સમાન ચાઇનીઝ દોરી વેચાણ કરનાર શનિ વાળંદને દબોચી લીધો હતો

બાયડ PI એચ.પી.ગામીત અને તેમની ટીમે બાયડના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથધરતા વસાદરા ગામનો શનિ ઈશ્વર વાળંદ નામનો યુવક ઉત્તરાયણ પર્વમાં ચાઈનીઝ દોરી વેચાણ કરવા લાવ્યો હોવાની બાતમી મળતાં બાયડ પોલીસ વસાદરા ગામમાં પંહોચી શનિ વાળંદના ઘરમાં તપાસ કરતા કઈ હાથ ન લાગતા પોલીસ ચોંકી ઉઠી હતી જોકે બાતમી સજ્જડ હોવાથી પોલીસે ઘરની આજુબાજુ અને પાછળ રહેલા ગાયો બાંધવાના તબેલામાં ચેકિંગ કરતા તબેલામાં પ્લાસ્ટિક નીચે સંતાડેલ 1.76 લાખની 353 ચાઇનીઝ દોરીની ફીરકીઓ મળી આવતા પોલીસ શની વાળંદની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બાયડ નગરમાં કેટલીક પતંગના સ્ટોલ પર અને દુકાનોમાં છાનેછૂપને ચાઇનીઝ દોરી અને તુક્કલ છેલ્લા દિવસોમાં ધૂમ વેચાણ થતાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!