37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા નગરપાલિકા ના રાષ્ટ્રીય સલાહકારો કેમ આવી સલાહ આપતા હશે!!...

અરવલ્લી : મોડાસા નગરપાલિકા ના રાષ્ટ્રીય સલાહકારો કેમ આવી સલાહ આપતા હશે!! સલાહની અમલવારી કરનારને પણ દાદ!!

0
60

અરવલ્લી જિલ્લામાં વિકાસ એવો તો ગાંડો થયો છે કે, વાત જ જવા દો. ખાસ કરીને મોડાસા નગરપાલિકા વિસ્તાર માં હવે શું કહેવું, વાત જ જવા દો. હાલ મોડાસા નગરપાલિકા પાલિકા વિસ્તારમાં ડીપ વિસ્તાર થી ચાર રસ્તા સુધી 8 જાન્યુઆરી સુધી વન વે છે, જેના વિકલ્પ માં હજીરા વિસ્તારમાંથી આવતા વાહનોને ધુણાઈ રૉડ પર ડાયવર્ટ કરાયા છે, જોકે અહીં પહેલેથી જ ટ્રાફિક જામ થાય છે, ત્યાં તો ખાડો ખોદી દેવાયો છે. હવે વાહનો કેવી રીતે જાય, તે સવાલ છે. થોડા સમય પહેલા જ અહીં રોડ બનાવાયો હતો, હવે પાલિકાને યાદ આવ્યું કે, અહીં કંઈ ઉણપ છે, બસ હવે મસ્ત મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. અહીં મોડાસા નગરપાલિકા ના રાષ્ટ્રીય સલાહકારોની સલાહ ને દાદ આપવાનું મન થાય છે, તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે.

મોડાસા ડીપ વિસ્તાર થી હજીરા સુધી જતાં વાહનોને ધુણાઈ મંદિર તરફતી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ એટલા માટે કે, ડીપ થી ચાર રસ્તા સુધી જવાના માર્ગે ભૂગર્ભ ગટર લાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હવે વાત એવી છે કે, જે ધુણાઈ મંદિર રૉડ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, ત્યાં ચોકડી નજીક જ પાલિકાએ ખાડો ખોદી નાખ્યો છે. પાલિકા થોડો સમય રાહ નહોતો જોઈ શકતી કે શું? એટલી બધી ઉતાવળ કેમ હતી? 8 તારીખે તો ચાર રસ્તા સુધીનો રસ્તો ખુલ્લો થવાનો જ હતો, એટલે આ રોડ શરૂ થાય પછી ધુણાઈ રોડ પર ડીપ વિસ્તારમાં ખાડો ખોદ્યો હોતો, તો શું ખાટું-મોરું થઈ જાત? આવી ઠોસ કામગીરી જોતા, લાગે છે, કે મોડાસા નગરપાલિકા નો સલાહકારો ક્યાંક નબળાં પડી રહ્યા છે, જેને કારણે જનતા પીસાઈ રહી હોય, તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!