સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગર શહેરના સાબર સ્ટેડીયમમાં કરાટે ડો ફેડરેશન ગુજરાત ધ્વારા અંડર 21 અને સિનિયર ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું
કરાટે ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન સમારોહમાં હિંમતનગર જેલના અધિક્ષક જે.જી. ચાવડા, કરાટે ડો ફેડરેશન ગુજરાતના પ્રમુખ કલ્પેશભાઈ ખત્રી, મહામંત્રી મહેશભાઈ રાવલ, ઉપપ્રમુખ કાસમભાઈ દાવ, ઉપપ્રમુખ પૂર્વાંગભાઈ નાયક, ખજાનચી વિકાસભાઈ સોઢી, ટેકનીકલ ડાયરેક્ટર કમલેશભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ સુરતી હાજર રહયા હતા સાબરકાંઠા ડિસ્ટ્રીકટ કરાટે એસોસિએશનના પ્રમુખ જુજારસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર 20 જિલ્લાઓમાંથી અલગ અલગ વયજૂથ અને વજનગૃપમાં પસંદગી પામેલ 220 ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું આ ચેમ્પિયનશિપમાં પસંદગી પામેલ ખેલાડીઓ દીલ્હી ખાતે યોજાનાર કીઓ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમમાંથી રમવાનો મોકો મળશેનું જણાવ્યું હતું






