37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ભિલોડા ના બજાર શનિવારે પણ સદંતર બંધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત...

અરવલ્લી : ભિલોડા ના બજાર શનિવારે પણ સદંતર બંધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત, બજાર સજ્જડ બંધ

0
42

ભિલોડામાં કોલેજના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને માર મારતાં અનેક વિસ્તારો શનિવારે બંધ રહ્યા, સમસ્ત સમાજ ધ્વારા આપેલ બજાર બંધના એલાનને બીજા દિવસે પણ સમર્થન મળ્યું

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકમાં સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત આર.જી.બારોટ નર્સિગ કોલેજના સંચાલક મંડળના ટ્રસ્ટીએ આદિવાસી સમાજના વિદ્યાર્થીને માર મારતા સમગ્ર મામલો ગરમાયો હતો.આર.જી.બારોટ, નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં રહેતો રાવતાવાડા ગામનો વિદ્યાર્થી દિપક બરંડાને માર મારનાર સંચાલક મંડળના યુવા ટ્રસ્ટી દેવાંગ બારોટની પોલીસે અટકાયત કરીને જેલ હવાલે કરી દીધો છે.જો કે, વિદ્યાર્થીને માર મારતા ભારે રોષ ભભુકી ઉઠયો હતો.

સમસ્ત સમાજ દ્વારા ભિલોડા, શામળાજી, મેઘરજ, વિજયનગર સહિત અનેકવિધ વિસ્તારોમાં બજારો સજજડ બંધ રાખવા એલાન કર્યું હતું.ભિલોડા તાલુકા મથકમાં સર્વે વેપારીઓએ ધંધા-રોજગાર સદંતર બંધ રાખીને બીજા દિવસે શનિવારે પણ બંધના એલાનને સંપુર્ણપણે સમર્થન આપ્યું હતું.સમસ્ત સમાજ દ્વારા અપાયેલા બંધના એલાનને વેપારીઓએ સતત બે દિવસ સુધી ધંધા-રોજગાર બંધ રાખીને સમર્થન આપ્યું હતું.

અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ સલામતીના ભાગરૂપે અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે પોલીસ કાફ્લો ખડકી દેવાયો હતો.જયાં જુઓ ત્યાં ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત જોવા મળતો હતો.પ્રજાજનોની અવર-જવરથી દિવસ દરમ્યાન સતત ધમધમતા ભિલોડા તાલુકા મથકમાં હાર્દસમા મુખ્ય બજાર વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં સન્નાટો છવાઈ ગયો હતો.

શામળાજી તાલુકાના રાવતાવાડા ગામનો વિદ્યાર્થી દિપક બરંડાના માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં કોલેજના સંચાલક મંડળના યુવા ટ્રસ્ટી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધારા-ધોરણ મુજબ ન્યાયિક તપાસ હાથ ધરી હતી.પોલીસે આર.જી.બારોટ કોલેજના સંચાલક મંડળના યુવા ટ્રસ્ટી દેવાંગ બારોટની ધરપકડ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!