38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોબાઈલની જીદ પૂરી નહીં થતાં નેપાળી યુવતીની આત્મહત્યા,મંચુરિયનની લારી ચલાવતો...

અરવલ્લી : મોબાઈલની જીદ પૂરી નહીં થતાં નેપાળી યુવતીની આત્મહત્યા,મંચુરિયનની લારી ચલાવતો પતિ લાચાર

0
55
  • મંચુરિયનની લારી માંથી માંડ બે ટંકનું ટાણું પૂરું કરનાર નેપાળી પતિ દારુણ સ્થિતિને પગલે મોબાઈલ લઇ આપવામાં વિલંબ કરતા પત્નીએ જીવન ટુકાવ્યું
  • સ્માર્ટ ફોનની ઘેલછામાં ચાઇનીઝ લારી ચલાવતા નેપાળી યુવકની પત્નીએ આત્મહત્યા કરી લીધે કે પછી અન્ય કોઈ કારણ ..!!

સમગ્ર વિશ્વમાં અબાલ વૃદ્ધ સૌ કોઇ સ્માર્ટ ફોન વગર જીંદગી અધૂરી સમજી રહ્યા છે મોબાઈલની લતના લીધે આપણા દેશમાં અનેક લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં મોબાઇલ એક નશો બની ગયો છે અરવલ્લી જીલ્લામાં આત્મહત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોડાસાના ભવાનપુર નજીક ચાઇનીઝ મંચુરિયનની લારી ચલાવતા નેપાળી યુવકની પત્ની એ મોબાઈલ ફોન લઇ આપવાની જીદ કરતા બંને વચ્ચે ગૃહ કંકાસ થતાં પત્નીને લાગી આવતા ઘરમાં ગળેફાંસો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી મોડાસા રૂરલ પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા તાલુકાના ભવાનપુર નજીક મંચુરિયનની લારી ચલાવતા નેપાળી યુવકની પત્નીએ મોબાઇલ લઇ આપવાની જીદ કરતા દંપતિ વચ્ચે બોલાચાલી થતાં નેપાળી યુવતીને ખોટું લાગતા ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતાં નેપાળી યુવકના માથે આભ તૂટી પડ્યું હતું નેપાળી યુવતીએ આત્મહત્યા કરી લેતા આજુબાજુથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા નેપાળી યુવતીની આત્મહત્યાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી નેપાળી યુવતીએ આત્મહત્યા કરી લેતા લોકોએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પંહોચી યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી દીધી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!