38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પોલીસ ભરતી માટે ઉમેદવારોને તાલીમ આપવા અરવલ્લી જિલ્લા પોલીસની પ્રશંસનીય પહેલ

પોલીસ ભરતી માટે ઉમેદવારોને તાલીમ આપવા અરવલ્લી જિલ્લા પોલીસની પ્રશંસનીય પહેલ

0
51

અરવલ્લી જિલ્લામાં આગામી પોલીસ ભરતીને લઈને ઉમેદવારો દ્વારા તૈયારીઓ તેજ બની છે. ઉમેદવારો ફિઝિકલ રીતે ફીટ રહી શકે તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શકે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર (RPI) કચેરીના અધિકારીઓ દ્વારા ઉમેદવારોને તાલીમ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મેદાન ખુલ્લું મુકવામાં આવ્યું છે, જ્યાં દોડ સહિતની શારીરિક કસરતો માટે અનુકૂળ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

દરરોજ સવાર અને સાંજ દરમિયાન સરેરાશ 100 થી વધુ ઉમેદવારો મેદાનમાં દોડ અને પ્રેક્ટિસ માટે ઉપસ્થિત રહે છે. પોલીસ અધિકારીઓ દ્વારા દોડની ટેકનિક, સમય વ્યવસ્થાપન, શારીરિક ક્ષમતામાં વધારો થાય તે માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાઓ માટે કરવામાં આવેલી આ ખાસ વ્યવસ્થા બદલ ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસની આ પહેલ યુવાનોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી તેમના સપનાઓ સાકાર કરવામાં મહત્વની સાબિત થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!