ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘમહેરની સંભાવના

- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બનવાના સંકેત મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ સુધી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ઉગ્ર દરિયાઈ સ્થિતિ સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક વહીવટી તંત્રને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


- Advertisement -spot_imgspot_img
Latest news
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here