34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines ICDS ના જથ્થા મામલે અરવલ્લી પોલિસની તપાસ ક્યાં પહોંચી ? ગેરકાયદે જથ્થાની...

ICDS ના જથ્થા મામલે અરવલ્લી પોલિસની તપાસ ક્યાં પહોંચી ? ગેરકાયદે જથ્થાની હેરાફેરીમાં હજુ કોઈ જ સુરાગ નહીં !!!

0
Balshakti

સરકાર દ્વારા બાળકોના શારિરીક વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, જોકે ભ્રષ્ટ બાબુઓની મિલીભગતથી કાળાબજારિયાઓ બેફામ બન્યા છે. જોકે આના પર લગામ કેમ નથી લાગતી તે સવાલ છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લામાં બની હતી, જ્યાં આઈસીડીએસ વિભાગનો બાલશક્તિનો જથ્થો ગેરકાયદે હેરાફેરીમાં ઝડપાયો હતો, જોકે આ મામલે હજુ સુધી પોલિસ કાળાબજારિયાઓ સુધી પહોંચી શકી નથી, તેવું લાગે છે.

23 જૂન, 2026 ના રોજ બપોરના સમયે મોડાસા તાલુકાના સાકરિયા ગામની સીમમાંથી માલપુર તરફથી એક ડાલું આવતું હતું, જેમાં બાલશક્તિ, માતૃશક્તિ અને પોર્ટિફાઈડ ઘઉંના આટાનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો, જે મામલે મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ હેરાફેરી કોની છત્રછાયા હેઠળ થતીં હતી, તે હજુ યક્ષ પ્રશ્ન છે. પરંતુ મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી હતી, જોકે હજુ કાળાબજારિયાઓ સુધી પોલિસ પહોંચી શકી નથી, તેમાં પણ કોઈ બે મત નથી. પોલિસ કાળાબજારિયાઓ સુધી ક્યારે પહોંચશે, તે સવાલ છે.

શું હતી સમગ્ર ઘટના તે વાંચવા ક્લિક કરો – https://meragujarat.in/news/41205/

સળગતા સવાલો
ચાલકો જથ્થો કોને અને કેમ પહોંચાડવાના હતા?
મહિસાગરનો જથ્થો નથી અને અરવલ્લીનો પણ નથી, તો જથ્થો ક્યાંથી આવ્યો ?
શું કોઈ મોટા ગજાના વ્યક્તિની સંડોવણી હતી કે શું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!