27.4 C
Gujarat
Friday, July 31, 2026
Home HeadLines અરવલ્લીમાં સરકારી કચેરીઓમાં સમયપાલન સામે સવાલ, બાબુઓની કાર્યશૈલી અંગે ઉઠી રહી છે...

અરવલ્લીમાં સરકારી કચેરીઓમાં સમયપાલન સામે સવાલ, બાબુઓની કાર્યશૈલી અંગે ઉઠી રહી છે ચર્ચા

0
658

મોડા આવવા અને સમય પહેલાં જવાની ફરિયાદો વચ્ચે નવા કલેક્ટર ઓચિંતી ચેકિંગ કરશે કે કેમ? આઉટસોર્સિંગ અને કૉન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના ખભે વધી રહ્યો છે કામનો ભાર

મોડાસા: અરવલ્લી જિલ્લાના કેટલાક સરકારી વિભાગોમાં સમયપાલન અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ચર્ચા એવી છે કે કેટલાક વિભાગોમાં ઓફિસનો સમય શરૂ થયા બાદ પણ કેટલાક કર્મચારીઓ મોડા પહોંચતા હોવાનું જોવા મળે છે. બીજી તરફ, સાંજે કચેરીનો સમય પૂર્ણ થાય તે પહેલાં જ કેટલાક કર્મચારીઓ નીકળવાની તૈયારી શરૂ કરી દેતા હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે.

સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકો પોતાના કામ માટે સમયસર પહોંચતા હોય છે, પરંતુ કેટલાક વિભાગોમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારોને રાહ જોવી પડતી હોવાની ચર્ચઓ થઈ રહી છે, જેના કારણે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, અનેક વિભાગોમાં આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓ પર દૈનિક કામગીરીનો મોટો ભાર રહેતો હોય છે. નિયમિત કર્મચારીઓની તુલનાએ આવા કર્મચારીઓ વધુ જવાબદારીઓ નિભાવતા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.

આ પરિસ્થિતિ વચ્ચે અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટર વિવિધ સરકારી કચેરીઓમાં ઓચિંતી મુલાકાત લઈને કર્મચારીઓની હાજરી, સમયપાલન અને કામગીરીની સમીક્ષા કરશે કે કેમ, તે અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. જો આવી તપાસ હાથ ધરવામાં આવે તો સરકારી કચેરીઓમાં શિસ્ત અને જવાબદારી વધુ મજબૂત બનશે તેવી લોકોમાં અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

જોકે, કર્મચારીઓ મોડા આવવા અથવા સમય પહેલાં જવા અંગેના આક્ષેપો અંગે સંબંધિત વિભાગોનો સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!