30.5 C
Gujarat
Friday, September 4, 2026
Home ગુજરાત મોડાસા નગર પાલિકાએ સમારકામના નામે દાટ વાળ્યો !!!! શામળાજી રોડ પર રીપેરિંગ...

મોડાસા નગર પાલિકાએ સમારકામના નામે દાટ વાળ્યો !!!! શામળાજી રોડ પર રીપેરિંગ ના નામે પેવર બ્લોક તોડ્યા.. અને…

0

અલંકાર સોસાયટી બહાર ફૂટપાથ ના પેવર બ્લોક તોડીને સમારકામ કર્યું પણ….
અહીં.. ચાલવું મુશ્કેલ બન્યું.. સામાન્ય રીતે કહીંએ તો, જેવું હતું તેવું જ કરવું પડે…પણ..
અહીં તો નથી ઈજનેર કે નથી કોઈ મોનિટરિંગ કરતા અધિકારી..બસ… બીલનું થાય છે ચુકવણા !!!

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર હવે, દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપી રહ્યું હોય તેવું લાગે છે. ટૂંક સમયમાં મોડાસા નગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ જાપાની ટેકનોલોજીને પણ ટક્કર મારીને વૈશ્વિક સ્થાન મેળવે તો નવાઈ નહીં. આવું એટલા માટે કહેવું પડે છે કે, નબળી કક્ષાનું કામ કરીને થોડા સમયમાં જે-તે જગ્યાએ સમારકામ કરવામાં આવે છે. આ સમારકામ એવું થાય છે કે, વાત જ જવાં દો… આ સમારકામ આંખે વળગીને આવી જાય, તેવું હોય છે.

મોડાસા ના શામળાજી રોડ પર અલંકાર સોસાયટી બહાર ગટર માં કંઈક કામ હાથ ધરવામાં આવ્યું હતું. મેરા ગુજરાત ના અહેવાલ પછી, 15 દિવસે કામ હાથે લીધું અને ફૂટપાથ તોડીને કામગીરી પૂર્ણ કરી દેવાઈ. હવે અહીં ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. કામ એવું કરી નાખ્યું છે કે, અહીં પેવર બ્લોક ફરીથી ક્યારે નંખાશે, તેના પર સૌની નજર મંડરાઈ રહી છે.

મોડાસા નગર પાલિકાના માનિતા કોન્ટ્રાક્ટર્સને તેઓ કહી શકતા નથી, એટલે, જે કામ થાય છે, તેના સહજ ભાવે મોડાસા નગર પાલિકાના ઉચ્ચ અધિકારી સ્વીકારી લે છે અને સ્મીત સાથે મૌન ધારણ કરે છે. આવી કામગીરીને ખરેખર કયા શબ્દોમાં વર્ણવી તે સવાલ છે. મોડાસા નગર પાલિકાની સમારકામની કામગીરીમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર જ થાય છે અને કોઈ કહેવા માટે કે બોલવા માટે તૈયાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!