અરવલ્લી જિલ્લો કોઈપણ રીતે ચર્ચાઓમાં સતત રહે છે. અધિકારીઓ કોઈપણ સારૂ કામ કરે, તે કામ તેમના કાર્યકાળ સુધી જ લાગૂ રહેતું હોય તેવું લાગે છે. નવા અધિકારીઓ આવે એટલું જુના અધિકારીઓએ શું કામ કરેલું છે તેના પર કોઈ જ ધ્યાન ન અપાતું હોય તેવું સ્પષ્ટ લાગે છે. આવું થવાને કારણે સરકારના લાખો કરોડો રૂપિયાનો વ્યય થતો હોય તેવું લાગે છે.
અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે વર્ષ 2019 માં અધિકારીઓ સ્ટ્રેસ મુક્ત રહે તે માટે મોટા ઉપાડે હેલ્થ ક્લબ શરૂ કરવામાં આવ્યું હતું, જોકે આ હેલ્થ ક્લબ જાણે અનહેલ્થી થયું હોય, તેવું સ્પષ્ટ લાગે છે. હેલ્થ ક્લબમાં લાખો રૂપિયાના ખર્ચે જીમ શરૂ કરવામાં આવ્યું હતું. મોટી-મોટી મશિનરી અહીં મુકવામાં આવી છે, જે આજે ધુળ ખાતી હોય, તેવું દેખાઈ રહ્યું છે. અધિકારીઓ એટલા કામમાં વ્યસ્ત છે કે, તેમને ખ્યાલ જ નથી કે, અહીં હેલ્થ ક્લબ જેવું પણ કંઈક છે. હવે આ હેલ્થ ક્લબ આજે પોતે લાચાર બન્યું છે. લાચાર એટલા માટે કે, તેને કોઈ પૂછનાર નથી.
એકવાત એ ખ્યાલ આવતો નથી કે, તમને ખબર નથી પડતી કે, કોઈ ઉપયોગ કરશે નહીં તો શા માટે આવા આઈડિયાની ધુળ-ધાણી કરતા હશો?? એકબાજુ કેટલાક તો સમયસર આવતા નથી અને સાંજે સ્ટ્રેસ મુક્ત કરવા જીમ જશે?






