34.1 C
Gujarat
Thursday, September 10, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી જિલ્લામાં શાળાકિય રમતોત્સવ, મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા

અરવલ્લી જિલ્લામાં શાળાકિય રમતોત્સવ, મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા

0

અરવલ્લી જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. મોડાસા હાઈસ્કૂલ ખાતે કબડ્ડીની રમતનો પ્રારંભ અરવલ્લી જિલ્લા ડીવાયએસપી આર.વી. ડાભીના હસ્તે કરવામાં આવ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ રહી છે, જેમાં ખો-ખો, કબડ્ડી, વોલિબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, એથ્લેટિક્સ, બેડમિન્ટન અને યોગા સહિત 42થી વધુ રમતોનો સમાવેશ થાય છે. તાલુકા કક્ષાએ વિજેતા બનેલી ટીમો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા બનનાર ખેલાડીઓ અને ટીમોને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રમવાની તક મળશે.
રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજેતા ખેલાડીઓને અધિકારીઓ અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ માટે શુભકામનાઓ આપવામાં આવી હતી. રમતોત્સવ માં વ્યાયામ મંડળના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી, રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!