32 C
Gujarat
Thursday, August 20, 2026
Home ગુજરાત News from Gujarat લાટીવાળા પી.ટી.સી. કોલેજમાં કાવ્ય- રસદર્શન કાર્યક્રમ યોજાયો

લાટીવાળા પી.ટી.સી. કોલેજમાં કાવ્ય- રસદર્શન કાર્યક્રમ યોજાયો

0
13

મોડાસા એમ.કે. શાહ લાટીવાળા પી.ટી.સી. કોલેજ ખાતે કાવ્ય અને સાહિત્ય પ્રત્યે તાલીમાર્થીઓમાં રસ અને અભિરુચિ કેળવવાના હેતુથી કાવ્ય પાઠ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ પ્રારંભે ડૉ મધુસુદન વ્યાસના મધુર ગીત અને તાલીમાર્થીઓ દ્વારા ગીતાના બારમાં અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું હતું. જેની મહાનુભlવો એ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.કોલેજના આચાર્ય ડો. સંતોષ દેવકરે ઉપસ્થિત મહાનુભાવો અને કવિશ્રીઓનું ભાવભર્યું સ્વાગત કરી સાહિત્ય અને કવિતાના જીવનમાં રહેલા મહત્ત્વ વિશે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા.

મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ પ્રાસંગિક ઉદબોધન દ્વારા કાવ્ય, સાહિત્ય અને સંસ્કારના સંબંધ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના પ્રભારી મંત્રી જયેશભાઈ દોશીએ વિદ્યાર્થીઓને કવિતાના કઠિન બિંદુઓ અને આસ્વાધ્ય બિંદુઓ તરફ ધ્યાન દોર્યું હતું. માનદ મંત્રી પરેશભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર ડો. ઉષાબેન ઉપાધ્યાય તથા ડો. જે. એન. શાસ્ત્રી દ્વારા રસસભર કાવ્યપાઠ અને રસદર્શન રજૂ કરવામાં આવ્યl. કવિશ્રીઓની કાવ્યમય, આસ્વાદ્ય રજૂઆતથી સમગ્ર વાતાવરણ સાહિત્યિક અને ભાવસભર બની ગયું હતું. તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાવ્યપાઠનો આનંદ માણ્યો હતો. ભવિષ્યમાં તાલીમાર્થીઓ પ્રાથમિક શાળામાં જશે ત્યારે કાવ્ય પાઠનું રસદર્શન તેમના અભ્યાસક્રમનો ભાગ હોઈ તેનો ઉપયોગ કરશે.
શબ્દસેતુ મોડાસા અને લાટીવાળા કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજની તાલીમાર્થી બહેનોએ કર્યું હતું. અંતે પ્રા. હિતેષભાઈ ચૌધરી દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર ઉપસ્થિત તમામ મહાનુભાવો, કવિશ્રીઓ, અધ્યાપકશ્રીઓ અને તાલીમાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમથી તાલીમાર્થીઓમાં ગુજરાતી ભાષા, કવિતા અને સાહિત્ય પ્રત્યે નવીન રસ અને સર્જનાત્મક અભિગમ વિકસ્યો હતો. કાર્યક્રમનું સમગ્ર આયોજન ઉત્સાહપૂર્ણ અને સફળ રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!