34.1 C
Gujarat
Thursday, September 10, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : નોકરાણીએ ઘરમાંથી 22 લાખના દાગીના ચોર્યા, મોડાસા ટાઉન પોલીસે માલિકને...

અરવલ્લી : નોકરાણીએ ઘરમાંથી 22 લાખના દાગીના ચોર્યા, મોડાસા ટાઉન પોલીસે માલિકને પરત અપાવ્યા

0

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર ચોરી સહિતના ગુન્હાના ભેદ ઝડપથી ઉકેલી રહી છે તેરા તુજકો અર્પણ હેઠળ અનેક નાગરિકોને તેમનો ચોરી થયેલ અને ખોવાયેલ લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ પરત કર્યો છે મોડાસા ટાઉન પોલીસે ઇકબાલ સોસાયટીના એક ઘરમાંથી ૨૨.૫૦ લાખના સોનાના દાગીનાની ચોરી કરનાર નોકરાણી પાસેથી દાગીના પરત મેળવી મકાન માલિકને પરત અપાવતા મકાન માલિકે પોલીસની કામગીરીની સરાહના કરી હતી

મોડાસા ટાઉન PI રોહિત ચૌધરી અને તેમની ટીમે ઇકબાલ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ તેમના ઘરમાંથી સોનાના ૧૩ તોલા દાગીનાની ચોરી થઈ હોવાની રજૂઆત કરતા તપાસ હાથધરી હતી પોલીસે ઘરની મુલાકાત કરી પરિવારજનો સાથે પૂછપરછ કરતા તેમના ઘરે ઘરકામ માટે રાખેલ બહેન છેલ્લા બે દિવસથી કામકાજ માટે આવતા ન હોવાનું જાણવા મળતા પોલીસ ઘરકામ કરતી મહિલાના ઘરે પહોંચી યુક્તિ પ્રયુક્તિ પૂર્વક વાતચીત કરતા તેને ઘરમાલિકના ઘરમાં રહેલી તિજોરી રાખેલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કરતા પોલીસે ચોરી કરેલ ૨૨.૫૦ લાખ સોનાના દાગીના રિકવર કર્યા હતા તેરા તુજકો અર્પણ અંતર્ગત જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના હસ્તે ઘરમાલિકને દાગીના પરત કરતા પરિવારજનો માં આનંદ છવાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!