34.7 C
Gujarat
Thursday, September 10, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : ટીંટોઈ પંથકમાં બાઈક રેસીંગ ગેંગને પોલીસે દબોચી કાયદાનું ભાન કરાવ્યું

અરવલ્લી : ટીંટોઈ પંથકમાં બાઈક રેસીંગ ગેંગને પોલીસે દબોચી કાયદાનું ભાન કરાવ્યું

0

ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ બાઇક રેસિંગ કરતી ગેંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મોડાસા તાલુકાના દધાલીયા ગામના લોકેશન સાથે વાયરલ થયેલા વીડિયોમાં આશરે ૧૫ જેટલી બાઇકો સાથે યુવકો રેસિંગ કરતા જોવા મળ્યા હતા.એકસાથે બાઇકોની રેસિંગ કરી તેમજ બાઇકોના સાઇલેન્સરમાંથી ચિનગારીઓ ઉડાવી ગેંગ દ્વારા દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની ઇન્સ્ટાગ્રામ પર રિલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

દધાલીયા ગામના લોકેશન સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને બાઇક રેસિંગ કરતી ગેંગ સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.આર. ડામોરે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં બાઇકર્સ ગેંગના આરોપીઓને બાઇકો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.પોલીસની ઝડપી કામગીરીને પગલે બાઇક રેસિંગ કરી સોશિયલ મીડિયા પર ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કાયદાનો સકંજો કસાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!