બાયડમાં બાયડ-વાત્રક માર્ગ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં થઈને જતો સરકાર હસ્તકનો માર્ગ કેટલાક ઈસમો દ્વારા માટીનું પુરાણ કરી, આડશો ઊભી કરી, દબાણ કરી બંધ કરી દેવાતાં અક્ષરાતીત, ઉત્સવ અને પરિશ્રમ સોસાયટીના રહીશોને એકત્ર થઈ મામલતદાર બાયડ, કલેકટર અરવલ્લી અને મુખ્યમંત્રી સુધી ન્યાય માટે રજૂઆત કરવાની ફરજ પડી છે.
અક્ષરાતી ઉત્સવ અને પરિશ્રમ સોસાયટીના રહીશોએ મામલતદાર બાયડને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ બાયડ-વાત્રક માર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપની દક્ષિણ બાજુએ રામના તળાવ બાજુ જવાનો સરકાર હસ્તકનો જાહેર માર્ગ આવેલ છે જેનો અમો ત્રણ સોસાયટી વાળા રહીશો વર્ષોથી ઉપયોગ કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલાક માથાભારે ઈસમો દ્વારા આ રસ્તા પર દબાણ ઊભું કરી માટીનું પુરાણ કરી દઈને, આડશો મૂકી અમો ત્રણ સોસાયટીના રહીશોનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી અમો અરજદારો દ્વારા સરકારને રજૂઆત કરીએ છીએ કે આ રસ્તા અંગે જુનો રેકોર્ડ તપાસી અમને રસ્તો ખુલ્લો કરાવી આપવા માંગ છે
Home ગુજરાત News from Gujarat અરવલ્લીઃ બાયડની અક્ષરાતીત, ઉત્સવ અને પરિશ્રમ સોસાયટીમાં જવાનો સરકારી રસ્તો માથાભારે ઈસમો...





