34.7 C
Gujarat
Thursday, September 10, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : ખાણ ખનીજ વિભાગના કરાર આધારિત ચાર કર્મચારીઓને તાત્કાલિક છૂટા કર્યા,...

અરવલ્લી : ખાણ ખનીજ વિભાગના કરાર આધારિત ચાર કર્મચારીઓને તાત્કાલિક છૂટા કર્યા, ચર્ચાઓનું બજાર ગરમ

0

અરવલ્લી જીલ્લા ખાણ ખનીજ વિભાગ કચેરીમાં ભ્રષ્ટાચારે માજા મૂકી હોવાની સાથે ખનીજ માફિયા બેફામ ખનીજ ખનન અને વહન કરી રહ્યા હોવાની બૂમો સતત ઉઠી રહી છે ત્યારે ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત ચાર કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવા માટે જીએમઆરડીએસ નિયામક ગાંધીનગરે આદેશ કરતા જીલ્લા સેવાસદનમાં ભારે ખળભળાટ મચી ગયો છે

ગાંધીનગર જીએમઆરડીએસ નિયામકે અરવલ્લી જીલ્લા ખાણ ખનીજ વિભાગમાં કરાર આધારિત મેન પાવર સપ્લાય કરતી ઇથોસ એચઆર.મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને અરવલ્લી જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીને પત્ર લખી ખાણ ખનીજ કચેરીમાં કરાર આધારિત તરીકે ફરજ બજાવતા માઈન્સ સુપરવાઈઝર મહેન્દ્ર સુથાર અને ઉત્પલ પટેલ,રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ સોલંકી તેમજ ડ્રાઈવર રાજેશ મહેતાની સેવાઓ અસંતોષ કારક હોઈ તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવા જણાવતા ખાણ ખનીજ વિભાગમાં સોંપો પડી ગયો હતો

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,અરવલ્લી જીલ્લા ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત ચારે કર્મીઓ સામે ભ્રષ્ઠાચાર આચરવામાં આવતો હોવાની બૂમો ઉઠી હતી જીલ્લામાં ખનિજ માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવવા અને ખાણ ખનિજ વિભાગની રેડની અગાઉથી ખનીજ માફિયાઓ પાસે માહિતી પહોંચાડી દેતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!