33.1 C
Gujarat
Monday, September 21, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : મોડાસામાં ઇલેક્ટ્રોનિકસ મીડિયા એસો.ના પત્રકાર વિસામાની પુર્ણાહુતી

અરવલ્લી : મોડાસામાં ઇલેક્ટ્રોનિકસ મીડિયા એસો.ના પત્રકાર વિસામાની પુર્ણાહુતી

0

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે અરવલ્લી જિલ્લા ઇલેક્ટ્રોનિક મીડિયા પત્રકાર યુનિયન દ્વારા ‘ પત્રકાર જય અંબે વિસામો’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ વિસામાની અગ્રણીઓ અને પદયાત્રીઓએ મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી

 

અંબાજી ભાદરવી પૂનમના પવિત્ર મહાકુંભ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મા અંબેના ભક્તો “બોલ મારી અંબે, જય જય અંબે”ના જયઘોષ સાથે પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. સતત ચાલીને આવતા પદયાત્રીઓને મન અને શરીરના આરામ સાથે ભક્તિમય વાતાવરણ મળી રહે તે માટે ભારતીય સંસ્કૃતિની “અતિથિ દેવો ભવ”ની પરંપરાને સાકાર કરતો જય અંબે વિસામો’ કાર્યરત કરવામાં આવ્યો હતો જેમાં હજ્જારો પદયાત્રીઓની સેવા કરવાનો પત્રકાર મિત્રોએ લાભ લીધો હતો અને રવિવારે રાત્રે વિસામાની પુર્ણાહુતીમા રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર મિત્રો અને તેમના પરિવારજનો માંની ભક્તિના રંગે રંગયા હતા

 

 

અરવલ્લી જિલ્લાના ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો કે જેઓ જુદા જુદા પ્લેટફોર્મ પર સક્રિય રહીને જિલ્લાના પોઝિટિવ અને હિતલક્ષી સમાચારો લોકો સુધી પહોંચાડે છે, તેમના દ્વારા સંચાલિત આ સેવાયજ્ઞમાં ભક્તો માટે ભોજન, ભજન અને આરામની ઉત્કૃષ્ટ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી આ ભક્તિમય વિસામાની પુર્ણાહુતીના દિવસે જીવદયા પ્રેમી નિલેશ જોશી, અમિત કવિ, ભાજપ અગ્રણી જગદીશ ભાવસાર, એલસીબી પીએસઆઈ સોલંકી સહીત અનેક અગ્રણીઓએ મુલાકાત લીધી હતી શુભેચ્છા મુલાકાત દરમિયાન પત્રકાર યુનિયનને ઉપસ્થિત મહાનુભાવોનું ખેસ, પુષ્પગુચ્છ આપીને ભાવભર્યું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અને મિત્રોએ પત્રકાર યુનિયન દ્વારા કરવામાં આવેલા આ સરાહનીય અને સેવાકીય કાર્યની મુક્ત મને પ્રશંસા કરી હતી. વ્યાવસાયિક ક્ષેત્રે દિવસ-રાત સતત દોડધામ કરતા પત્રકાર મિત્રોની આ સામાજિક અને ધાર્મિક પહલને અરવલ્લી જિલ્લા પત્રકાર યુનિયનના યશમાં વધુ એક ‘યશ કલગી’ સમાન ગણાવી હતી.

સૌ અગ્રણીઓએ પત્રકાર મિત્રો સાથે વિવિધ સામાજિક વિષયો અને જૂના મધુર સંબંધો યાદ કરી આ પવિત્ર વિસામામાં મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાની અનુભૂતિ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!