25.6 C
Gujarat
Tuesday, November 17, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : ભિલોડામાં SMC ત્રાટકી ઝાંઝરી બોર્ડર નજીક 6.51 લાખનો દારૂ ભરેલી...

અરવલ્લી : ભિલોડામાં SMC ત્રાટકી ઝાંઝરી બોર્ડર નજીક 6.51 લાખનો દારૂ ભરેલી કાર સાથે ખેપિયાને દબોચ્યો

0

 

ફરાર ખેપિયા ડ્રાઈવરને પાંચ હજાર અને તેના સહાયકને ત્રણ હજાર રૂપિયા એક ખેપના બુટલેગરો આપતા હતા

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ અરવલ્લી જીલ્લામાં ધામા નાખી સમયાંતરે લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી સ્થાનિક પોલીસનું નાક વાઢી રહી છે જીલ્લાની
રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરિયાળ સરહદો પરથી બુટલેગરો નાના-મોટા વાહનોમાં શરાબનો જથ્થો મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઠાલવી રહ્યા છે

અરવલ્લી જીલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાજસ્થાન રાજ્યને ઝાંઝરી બોર્ડર નજીક ભાણમેર ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે ક્રેટા કારમાંથી 6.51 લાખનો વિદેશી દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો હતો અન્ય એક બુટલેગર ખેપિયો ફરાર થઈ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ક્રેટા કારમાં રાજસ્થાનના ઠેકા પરથી દારૂ ભરી ગુજરાતમાં બુટલેગરને ડિલિવરી આપવાની હતી ક્રેટા કારના બંને ડ્રાઇવરને એક ખેપના આઠ હજાર રૂપિયા મળતા ખેપ મારતા હતા

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભિલોડા શામળાજી પંથકમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાન ઠેકા પરથી ક્રેટા કારમાં બટલરગરો વિદેશી દારૂ ભરી ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ઝાંઝરી બોર્ડરથી ગુજરાતમાં આવી રહ્યા હોવાની બાતમી મળતા સતર્ક બની ભાણમેર નજીક નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ કરતા બાતમી આધારિત ક્રેટા આવતા એસએમસીએ અટકાવવાનો ઈશારો કરતા બુટલેગરો કાર રોડ પર મૂકી દોટ લગાવતા એક બુટલેગરને દબોચી લીધો હતો કાર ચાલક બુટલેગર ફરાર થઈ જતા પોલીસે કારની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૪૧૯ કિં.રૂ.૬૫૧૧૪૦/- તેમજ કાર અને મોબાઈલ મળી રૂ.૧૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી હીરાલાલ લાલચંદ લુહારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય પાંચ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!