19.6 C
Gujarat
Saturday, November 28, 2026
Home HeadLines અરવલ્લી : મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી પ્રસિદ્ધ...

અરવલ્લી : મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી પ્રસિદ્ધ કરવા રાજકીય પક્ષો સાથે બેઠક

0

 

અરવલ્લી જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સંકલિત મુસદ્દા મતદાર યાદી (Integrated Draft Electoral Roll) પ્રસિદ્ધ કરવા તથા મતદાર યાદી સંબંધિત કામગીરી અંગે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં મતદાર યાદીની સુધારણા, મતદાન મથકોના પુનર્ગઠન અને મતદાર યાદીને વધુ ચોકસાઈપૂર્ણ તથા સુવ્યવસ્થિત બનાવવા હાથ ધરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અરવલ્લી જીલ્લાની ભિલોડા વિધાનસભા મતવિસ્તારમાં અગાઉના ૪૨૭ મતદાન મથકો સામે ૧ નવું મતદાન મથક ઉમેરાયું હતું ૫ મતદાન મથકોને મર્જર કરવામાં આવ્યા છે
૩૫ મતદાન મથકોનું સ્થળાંતર, ૫ મતદાન મથકોમાં સેક્શન શિફ્ટિંગ અને ૨ મતદાન મથકોના નામમાં સુધારો કરવામાં આવ્યો હતો કુલ ૪૮ સુધારાઓ બાદ મતદાન મથકોની સંખ્યા ૪૨૩ છે

મોડાસા વિધાનસભા મતવિસ્તારમાં અગાઉના ૩૫૧ મતદાન મથકો સામે ૩ નવા મતદાન મથકો ઉમેરવામાં આવ્યા છે, ૭ મતદાન મથકોને મર્જર કરી, ૨૫ મતદાન મથકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ૩ મતદાન મથકોમાં સેક્શન શિફ્ટિંગ અને ૧ મતદાન મથકના નામમાં સુધારો કરવામાં આવ્યો છે કુલ ૩૯ સુધારાઓ બાદ મતદાન મથકોની સંખ્યા ૩૪૭ પહોંચી છે

બાયડ વિધાનસભા મતવિસ્તારમાં અગાઉના ૩૩૪ મતદાન મથકો સામે ૨ મતદાન મથકોનું મર્જર કરવામાં આવ્યું છે , ૧૭ મતદાન મથકોનું સ્થળાંતર અને ૩ મતદાન મથકોમાં સેક્શન શિફ્ટિંગ સાથે કુલ ૨૨ સુધારાઓ બાદ મતદાન મથકોની સંખ્યા ૩૩૨ થઈ છે.આમ, જિલ્લામાં અગાઉના કુલ ૧,૧૧૨ મતદાન મથકો સામે યુક્તિકરણની કામગીરી બાદ કુલ ૧,૧૦૨ મતદાન મથકો રહેશે.

મતદાર યાદી અને SIR કામગીરીની વિગતો

બેઠકમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરી અંતર્ગત મતદાર નોંધણી અને સુધારાની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.જે મુજબ અરવલ્લી જિલ્લાના ભિલોડા, મોડાસા અને બાયડ વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૮,૧૨,૭૦૮ મતદારો નોંધાયેલા છે. જેમાં ૪,૧૬,૭૫૧ પુરુષ, ૩,૯૫,૯૪૪ મહિલા અને ૧૩ અન્ય લિંગના મતદારોનો સમાવેશ થાય છે. SSR કામગીરી અંતર્ગત કુલ ૧૫,૩૦૧ મતદારોનો ચોખ્ખો વધારો નોંધાયો છે, જે કુલ મતદારોના પ્રમાણમાં ૧.૮૮ ટકા થાય છે.

જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ મતદાર યાદી સંબંધિત કામગીરી પારદર્શક, ચોકસાઈપૂર્ણ અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મતદાર યાદીમાં નામ નોંધાવવા, સુધારા કરાવવા અથવા અન્ય જરૂરી વિગતો માટે નાગરિકોને ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું સમયપત્રક

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે:

મતદાન મથકોનું પુનર્ગઠન / પુન ગોઠવણી તા. ૧૭.૧૧.૨૦૨૬ સુધી,સંકલિત મુસદ્દા મતદાર યાદીનું પ્રકાશન તા. ૨૭.૧૧.૨૦૨૬ ,દાવા-વાંધા અને અરજીઓ રજૂ કરવાનો સમયગાળો: તા. ૨૭.૧૧.૨૦૨૬ થી તા. ૨૬.૧૨.૨૦૨૬ સુધી
ખાસ ઝુંબેશના દિવસો: તા. ૨૯.૧૧.૨૦૨૬, તા. ૦૬.૧૨.૨૦૨૬ અને તા. ૧૩.૧૨.૨૦૨૬,દાવા-વાંધા અને અરજીઓનો નિકાલ: તા. ૧૧.૦૧.૨૦૨૭ સુધી ,મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૧૮.૦૧.૨૦૨૭ કરવામાં આવશે

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની સુધારણા અને મતદાન મથકોના યુક્તિકરણની કામગીરી લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા અને મતદારોને સુવિધાજનક મતદાન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુથી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવા, નામમાં સુધારો કરાવવા તથા જરૂરી દાવા-વાંધા રજૂ કરવા માટે સંબંધિત મતદાન મથકો અને નિયુક્ત અધિકારીઓનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!