દેશના પાંચ રાજ્યમાં ચૂંટણી બાદ પરિણામની રાહ જોઈ રહ્યા હતા તે પરિણામ આવતા વરાછા પૂર્વ ધારાસભ્ય જનકભાઈ કાછડીયાના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેચી ભાજપ કાર્યકર્તા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી દેશના અલગ અલગ પાંચ રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી અને આજરોજ ચૂંટણી પરિણામ આવ્યા હતા જેમાં ઉત્તર પ્રદેશમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સુરતના વરાછા પૂર્વ ધારાસભ્ય જનકભાઈ કાછડીયાના કાર્યાલયે ફટાકડા ફોડી મીઠાઈ વહેચી નારેબાજી કરીને વિજયની ઉજવણી કરી હતી અન્ય રાજ્યોમાં પણ ભાજપ દ્વારા જીત મળતા આ ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામ, ભારત માતાકી જય સાથે નારેબાજી કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ બુલડોઝર મંગાવીને કોંગ્રેસના સફાયો કરવાની વાત પણ જણાવી હતી..સુરત ના પ્રતિષ્ઠિત ભાજપ ના કાર્યકર્તાઓ પણ ઉત્તરપ્રદેશ ના ચૂંટણી પ્રચાર મા જોડાયા હતા..પ્રચાર દરમ્યાન ભાજપ ના પેજ પ્રમુખો ની પણ વરણી કરવામાં આવી હતી..આ સાથેજ ઉત્તરપ્રદેશ મા ભાજપ ની જીત થતા સુરત મા ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો