ગીરગઢડાની એક સ્કુલમાં 900 જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં સનવાવ, બારીયા અને રસુલપરા સહિત આસપાસનોં ગામોમાંથી 250 જેટલા છાત્રો અપડાઉન કરી રહ્યા છે. પરંતુ સનવાવ, બાબરીયા અને રસુલપરા ગામનાં વિદ્યાર્થીઓને શાળા સમય મુજબ સવાર અને બપોરે એસટી બસની સુવિધા મળતી ન હોય જેથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પરીક્ષાનો સમય ચાલતો હોય તેમજ કાળઝાળ ગરમી પણ પડતી હોય તેમજ ખાનગી વાહનોમાં જોખમ સાથે મોટા ભાડા
વસુલાતા હોવાથી હવાને કારણે વિદ્યાર્થીઓ ભારે તકલીફમાં મુકાઈ રહ્યાં છે. આ બાબતે એસટી ડિવીઝન વિભાગની કચેરી અમરેલી, ડેપો મેનેજર ઊનાને લેખીતમાં જાણ કરાઈ છે. આ સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનોએ આક્રમક રજૂઆતો, આંદોલનની ચિમકી, ચક્કાજામ, આવેદનની માંગ કરી હતી. પરંતુ શાળાનાં સંચાલક, વેપારી મંડળ અને ગીરગઢડાની એક શાળા દ્વારા સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો અને એસટી તંત્રને સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવી છાત્રોનાં ભવિષ્ય અને અભ્યાસને ધ્યાને રાખી રજૂઆત કરાઈ છે.





