31 C
Ahmedabad
Wednesday, May 22, 2024

NEET-અંડર ગ્રેજ્યુએટની પ્રવેશ પરીક્ષામાં વય મર્યાદાનો નિયમ હાટાવાયો


નેશનલ મેડિકલ કમિશન નીટ-અંડર ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટેની વય મર્યાદાનો નિયમ હટાવી દીધો છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA)ને લખેલા પત્રમાં નેશનલ મેડિકલ કમિશને કહ્યું કે, નીટ – અંડર ગ્રેજ્યુએટની પરીક્ષામાં બહાર પાડવામાં આવતા સુચના બુલેટીનમાં મહત્તમ વય મર્યાદા હટાવવામાં આવે.

Advertisement

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, નેશનલ મેડિકલ કમિશનની ચોથી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, નીટ અંડર ગ્રેજ્યુએટ (NEET UGની) પરીક્ષામાં ભાગ લેવા માટે કોઈ વય મર્યાદા ના હોવી જોઈએ. આ વય મર્યાદાના નિયમને હટાવવા માટે પરીક્ષાની જાહેરાત પ્રસિદ્ધિમાં ફેરફાર કરવામાં આવે. આ હેતુ માટે સ્નાતક ચિકિત્સા શિક્ષા 1997ના નિયમોમાં ફેરફાર કરવા માટેની સત્તાવાર સુચના બહાર પાડવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશન દેશની મેડિકલ શિક્ષણની મુખ્ય નિયામક સંસ્થા છે.

Advertisement

અગાઉ NEET UGની પરીક્ષા માટે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા 25 વર્ષ અને અનામત વર્ગના ઉમેદવારો માટે 30 વર્ષ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!