38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત હવે તો હદ થઈ.. આદિવાસી ત્યક્તા મહિલા અસ્પ્રુશ્યતાનો ભોગ : રડોદરામાં પીડિત...

હવે તો હદ થઈ.. આદિવાસી ત્યક્તા મહિલા અસ્પ્રુશ્યતાનો ભોગ : રડોદરામાં પીડિત પરિવાર ઘર ખાલી કરી જતો રહે તેવો રંજાડ

0
1014

સમાનતા અને સમરસતાની વાતો કરતી ભાજપ ૪ રાજ્યોમાં ભવ્ય વિજય થતા વિજયોત્સવ મનાવી રહ્યું છે બીજીબાજુ આઝાદીના ૭ દાયકા પછી પણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અનુ.જાતિ અને અનુ.જનજાતિ સમાજના લોકો સામે કહેવાતા સ્વર્ણ સમાજ દ્વારા સતત અશ્પ્રુશ્ય હોવાનો અહેસાસ કરાવતા અને હડધૂત કરવાની સતત ઘટનાઓ બનતા દેશ અને હિન્દૂ સંસ્કૃતિ માટે અશ્પ્રુષ્યતા કાળી ટીલી સમાન છે.

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના રડોદારા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ રેલકંપા નજીક એક આદિવાસી પરિવાર ૫૦ વર્ષથી વધુના સમયથી કાચું ઝૂંપડું બનાવી વસવાટ કરતા પરિવારની ગંગાબેન કાળાભાઇ વસાવા નામની દીકરી થોડા વર્ષો અગાઉ ત્યક્તા બનતા તેના પુત્ર સાથે આ ઝૂંપડામાં રહી મજૂરી અને પશુપાલન કરી જીવન નિર્વાહ ચાલવી રહી છે આ પરિવાર ગ્રામ પંચાયતમાં તમામ વેરા પણ ભરતો હતો અને ગામની દૂધમંડળીમાં દૂધ પણ ભરાવતો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં રહેતા પટેલ સમાજના કેટલાક લોકો દ્વારા આદિવાસી સમાજ સામે જાતિગત માનસિકતાથી પીડાઈ આદિવાસી ત્યક્તા મહિલા તેના પુત્ર સાથે ઝૂંપડું છોડી અન્ય જગ્યાએ રહેવા જતી રહે તે માટે માનસિક હેરાનગતિ શરૂ કરવામાં આવી છે જેમાં ગ્રામ પંચાયતે વેરો લેવાનું બંધ કરતા સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અને નલ સે જલ યોજના થી અળગાં રાખી તેમજ દૂધ મંડળીમાં દૂધ પણ સ્વીકારવામાં ન આવતા અને ઘરમાં આવતું લાઈટ બંધ થઇ જાય તેવા કાવાદાવા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરતા વિધવા મહિલાને હેરાન કરતા લોકો સામે પ્રજા ફિટકાર વરસાવી રહી છે. આદિવાસી મહિલાનું કોઇએ ન સાંભળ્યું પણ તેણે પોતાની આપવીતી સંભળાવી, જુઓ શું કહ્યું

આદિવાસી મહિલા અને તેના પુત્ર સતત ગામલોકોના ત્રાસ અને રંજાડથી તોબા પોકારી ઉઠતા આખરે જીલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી ગામના ૮ જેટલા લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવેની માંગ કરી તેને સરકારી લાભ આપવાની માંગ કરી હતી.

આદિવાસી મહિલા તેમજ તેમના પરિવારની કોઇએચિંતા ન કરતા CPM ના આગેવાન ડી.આર. જાદવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા મદદ કરી, તેમણે શું કહ્યું જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!