38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ન્યાય માટે ફૂટબોલની માફક ફંગોળાતી ત્યક્તા આદિવાસી મહિલા : કલેકટરે પહેલા રજુઆત...

ન્યાય માટે ફૂટબોલની માફક ફંગોળાતી ત્યક્તા આદિવાસી મહિલા : કલેકટરે પહેલા રજુઆત ન સાંભળી પછી કેમ આવેદનપત્ર સ્વીકાર્યું વાંચો

0
888

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના રડોદારા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ રેલકંપા નજીક એક આદિવાસી પરિવાર ૫૦ વર્ષથી વધુના સમયથી કાચું ઝૂંપડું બનાવી વસવાટ કરી રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષથી આદિવાસી પરિવાર ગામમાં બનાવેલ ઝૂંપડું છોડી જતો રહે તે માટે ગામના કેટલા શખ્સોએ માનસિક ત્રાસ શરુ કરતા મહિલાએ આ અંગે સ્થાનિક વહીવટી તંત્રમાં રજુઆત કરવા છતાં ન્યાય નહિ મળતા ત્યકતા આદિવાસી મહિલા ન્યાય મળશે તેવી આશા સાથે પીડિતો અને વંચિતોને થતા અન્યાય સામે લડતા એક અગ્રણી વકીલ સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચતા જ કલેકટર મહિલાની રજુઆત સાંભળવાને બદલે પહેલા તો સ્થાનિક તંત્રમાં રજુઆત કરવા જણાવતા મહિલા સહીત વકીલ અંચબિત બની ગયા હતા આખરે વકીલે કલેકટરને મહિલાની રજુઆત સાંભળવા દલીલ કરતા કલેકટરે રજુઆત સાંભળી આવેદનપત્ર સ્વીકારી યોગ્ય ન્યાય કરવાની બાંહેધરી આપી હતી
બાયડના રડોદરા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ રેલકંપા ગામે જાતિગત ભેદભાવનો ભોગ બનેલ આદિવાસી ત્યક્તા ગંગાબેન વસાવા નામની મહિલા ન્યાયની આશા સાથે ગુરુવારે જીલ્લાના અગ્રણી વકીલ ડાહ્યાભાઈ જાદવ સાથે જીલ્લા કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણાને આવેદનપત્ર આપ્યું હતું

પીડિત ત્યકતા મહિલા સાથે રહેલા અગ્રણી વકીલ ડાહ્યાભાઈ જાદવના જણાવ્યા અનુસાર, ત્યક્તા આદિવાસી મહિલા સાથે અમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા ત્યારે જીલ્લા કલેકટરે પીડિત મહિલાની વેદના સાંભળવા બદલે સીધા તાલુકા કક્ષાએ રજુઆત કરવાનું જણાવી વાત કરવાની પણ તસ્દી લીધી ન હતી અખારે કલેકટર સાહેબ સાથે થોડી દલીલો કર્યા પછી આવેદનપત્ર સ્વીકારવા મજબુર બન્યા હોવાનું જણાવ્યું હતું


વધુમાં ડાહ્યાભાઈ જાદવે જણાવ્યું હતું કે પીડિત આદિવાસી ત્યકતા મહિલા ન્યાય માટે છેલ્લા કેટલાક વર્ષોથી દર દર ભટકી રહી છે સ્થાનીક તંત્ર ન્યાય અપાવવાના બદલે ખો આપતા મહિલા ન્યાય મેળવવાની આશાએ જીલ્લા કલેકટર પાસે પહોંચતા જીલ્લા કલેકટરે પણ શરૂઆતમાં મહિલાને સાંભળવાનો ઇન્કાર કરી દેતા મહિલા પડી ભાંગી હતી જો વહીવટ તંત્રનું અરજદારો સાથે આ પ્રકારનું જ વર્તન રહ્યું તો પીડિત પરિવારો ન્યાય માટે કોની પાસે જશે….??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!