29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય યુક્રેનથી સૌથી મોટી હિજરત, મોટી સંખ્યામાં લોકો એ યુક્રેન છોડ્યું

યુક્રેનથી સૌથી મોટી હિજરત, મોટી સંખ્યામાં લોકો એ યુક્રેન છોડ્યું

0
329

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યું છે. રશિયા એ સૌ પ્રથમ યુક્રેન વાતચીત માટે બેલારુસ બોલાવ્યું હતું પરંતુ ત્યાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહોતો. બીજી વાર પણ બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે પણ કોઈ યોગ્ય નિવેડો યુધ્ધનો આવ્યો નથી. રશિયા પર પણ યુધ્ધ બાદ 3000થી વધુ પ્રતિબંધો લાગી ચૂક્યા છે ત્યારે હવે જેલેન્સકી રશિયા સામે આમને સામને બેસવાનો પ્રસ્તાવ મૂક્યો છે પરંતુ એ પણ ત્યારે જ્યારે 20 લાખ લોકો દેશ છોડી ચૂક્યા છે.

જોકે હજુ પણ બંને દેશો વચ્ચે યુદ્ધ નો જંગ જારી છે. જેથી આગામી સમયમાં લોકો વધુ હિજરત કરી શકે છે.
બીજી તરફ વધુ 600 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મોટા ભાગ ના નું રેસ્ક્યું ત્યાંથી ઓપરેશન ગંગા માં થઈ ચુકયુ છે.
યુક્રેનની અંદર અનેક શહેરોમાં હુમલા થઈ રહ્યા છે 10 મી માર્ચે પ્રતિનિધિ મંડળની બેઠક નિષ્ફળ રહી હતી. રશિયા, યુક્રેનના વિદેશ મંત્રી સાથે તુર્કીમાં બેઠક યોજવામાં આવી હતી. આ દરમિયાન બીજી તરફ યુક્રેનમાં રહેલા લોકો પોતાનો જીવ બચાવી રહ્યા છે. રશિયાને પણ મોટું આર્થિક નુકશાન થઇ રહ્યુ છે.
યુક્રેન અને રશિયા આ વિવાદને કારણે આ વિવાદ, યુદ્ધરૂપે ચરમસીમાએ અત્યારે પહોંચી ચૂકયો છે. રશિયા દ્વારા મિસાઈલ, ટેન્ક, ગન વગેરેથી હુમલો કરવામાં આવ્યો છે. શરુઆતમાં રશિયાએ સૈન્ય છાવણીઓ પર હુમલા કર્યા હતા. પરંતુ કેટલાક સિવિલિયનના જીવ પણ જઈ રહ્યા છે માટે લોકો પડોશી દેશોમાં હિજરત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!