38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સ્પોર્ટ્સ શ્રીલંકાના પ્રવાસે પહોચ્યુ ઓસ્ટ્રેલિયા, એશિયા કપ 2022ની યજમાનીને લઇને રસ્તો સાફ થયો

શ્રીલંકાના પ્રવાસે પહોચ્યુ ઓસ્ટ્રેલિયા, એશિયા કપ 2022ની યજમાનીને લઇને રસ્તો સાફ થયો

0
169

કેટલાક અઠવાડિયાની અટકળો અને અનિશ્ચિતતા બાદ આ વાતની પૃષ્ટી થઇ ગઇ છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ 1 જૂને શ્રીલંકામાં ઉતરશે અને કાંગારૂ ટીમનો શ્રીલંકા પ્રવાસ યોજના અનુસાર આગળ વધશે. શ્રીલંકા ક્રિકેટે પણ પૃષ્ટી કરી છે કે ત્રણેય ફોર્મેટની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા પહોચવાની છે. આ પ્રવાસ શ્રીલંકામાં ઓસ્ટ્રેલિયન ટીમ બે ટેસ્ટ, ત્રણ ટી-20 અને પાંચ વન ડે મેચ 7 જૂનથી રમશે.

શ્રીલંકા ક્રિકેટના સચિવ મોહન ડિસિલ્વાએ જણાવ્યુ, શેડ્યૂલમાં કોઇ બદલાવ નથી અને વ્હાઇટ બોલ મેચ ડે-નાઇટ હશે. આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે દેશ ભોજન, ઇંધણ અને વિજળીની કમી સામે ઝઝુમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો શ્રીલંકા પ્રવાસ 7 જૂનથી શરૂ થશે, જેમાં બે ટેસ્ટ, ત્રણ ટી-20 અને પાંચ વન ડે મેચ સામેલ છે. આ પ્રવાસ 12 જુલાઇએ સમાપ્ત થશે. જેનાથી એશિયા કપ 2022ની યજમાની પર પણ અસર પડશે.

ઓસ્ટ્રેલિયામાં એવા સમાચાર આવ્યા હતા કે ખેલાડી સુરક્ષા કારણોથી નહી તો નૈતિક આધાર પર શ્રીલંકાનો પ્રવાસ કરતા ડરી રહ્યા હતા કારણ કે શ્રીલંકામાં સ્થિતિ સારી નહતી પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યુ કે ઓસ્ટ્રેલિયન ટીમ પ્રવાસની રાહ જોઇ રહી છે જે ટી-20 સીરિઝથી શરૂ થશે. આ સીરિઝના આયોજનથી આ વાતને બળ મળશે કે એશિયા કપ 2022ની યજમાની શ્રીલંકા જ કરે. આ ટૂર્નામેન્ટ ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!