38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ભાજપને ‘હાર્દિક’ અભિનંદન : સી આર પાટીલના હાથે ખેસ પહેર્યો અને નીતિન...

ભાજપને ‘હાર્દિક’ અભિનંદન : સી આર પાટીલના હાથે ખેસ પહેર્યો અને નીતિન પટેલે ટોપી પહેરાવી

0
213

હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું તે દિવસથી હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોળશે તેની અટકળો લાગી રહી હતી અને આજે ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ખેસ પહેરવાની સાથે જ ભાજપમાં વિધિવત જોડાઈ ગયા હતા. ઘણા સમયથી એવી અટકળો લાગી રહી હતી કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ થયો હતો.

આજે સવારે હાર્દિક પટેલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવશે. હું નાનો સિપાહી બનીને કાર્ય કરીશ. 28 વર્ષીય હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલશે અને ભારતીય જનતા પાર્ટીને હાર્દિક પટેલનો કેટલો ફાયદો થશે કે નુકશાન એ તો આવનારી ચૂંટણીનું પરિણામ જ નક્કી કરશે.

આજે હાર્દિક પટેલ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા હતા અને તેની સાથે પોતાના 300 સમર્થકો સાથે હતા. કમલમમાં સી આર પાટીલ દ્વારા કેસરિયો ખેસ પહેરાવ્યો અને નીતિન પટેલ દ્વારા ટોપી પહેરવામાં આવી હતી. હાર્દિક પટેલે કેસરિયો ધારણ કરીને પ્રેસમાં કહ્યું કે કોંગ્રેસમાં જનહિત માટે જોડાયો હતો અને અનુભવ પરથી ખ્યાલ આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!