42 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મંગલપુર ગ્રામ પંચાયતે વાહન ચાલકોની ચિંતા કરી, L&T ના સહયોગથી વાહનો પર રેડિયમ સ્ટીકર લગાવાયા


અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે એલ.એન્ડ.ટી કંપની દ્વારા વાહનો પર રેડિયમ સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. આવા સરાહનિય પ્રયાસો માલપુરના મંગલપુર ગ્રામ પંચાયત દ્વારા પણ કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

મંગલપુર ગ્રામ પંચાયત ખાતે એલ. એન્ડ. ટી. ના સહયોગથી અને ગ્રામ પંચાયત ના માર્ગદર્શનથી માર્ગ અકસ્માત નિવારણ માટે તમામ ટ્રેક્ટર ટ્રોલી પર રેડિયમ નું કામ કરવામાં આવ્યું. ગામના તમામ ખેડૂતોએ તેમના વાહનો પર રેડિયમ સ્ટીકર લગાવ્યા હતા, જેથી રાત્રિના સમયે જ્યારે ખેડૂતો ટ્રેક્ટર અથવા તો ટ્રોલી લઇને જાય તો સામેથી આવતા કે પાછળથી આવતા વાહન ચાલકોને ખ્યાલ આવી શકે અને અકસ્માત નિવારી શકાય. ગામના આશરે 86 જેટલા ટ્રેક્ટર ટ્રોલી અને નાના મોટા સાધનો રિક્ષા તેમજ ગાડીઓ પર રેડિયમ સ્ટીકર લગાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત અને એલ.એન્ડ.ટી. ના સહયોગથી કરવામાં આવેલી કામગીરીને ગ્રામજનોએ આવકારી હતી. મંગલપુર ગ્રામ પંચાયતના સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલ તેમજ પંચાયતની ટીમ દ્વારા L&T ના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!