32.9 C
Gujarat
Thursday, October 1, 2026
Home ગુજરાત અરવલ્લી : માલપુર નજીક રોડ પર ડંપર પાછળ ઘૂસી જતાં બાઈક ચાલકનું...

અરવલ્લી : માલપુર નજીક રોડ પર ડંપર પાછળ ઘૂસી જતાં બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

0

અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં શામળાજી-મોડાસા-ગોધરા સ્ટેટ હાઈવે પર છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટે છે  ત્યારે વધુ એક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રોડ પર અડચણરૂપ ડંપર પાછળ બાઈક ચાલક ઘૂસી જતાં કમકમાટ ભર્યું મોત નિપજ્યું છે. આ અંગે માલપુર પોલિસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.

બનાવની વિગત એવી છે કે, મોડાસા-માલપુર સ્ટેટ હાઈવે પર ગોકુલ હોટલ નજીક બુધવાર રાત્રીના અરસામાં ડંપર પાછળ આવી રહેલા બાઈક ચાલક ડંપર પાછળ ઘૂસી ગયો હતો. જેમાં બાઈક ચાલક કિરીટભાઇ ભગાભાઈ વણઝારા, ઉંમર – 25, ગામ – લાલપુર ના યુવકનું મોત નિપજ્યું હતું. બાઈક ચાલક રાત્રીના સમયે પસાર થઇ રહ્યો હતો તે સમય દરમિયાન ડંપરની પાછળના ભાગે ઘૂસી ગયું હતું, જેથી બાઈક ફસાઈ ગયું અને વિચિત્ર અકસ્માતમાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને માલપુર પોલિસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!