33 C
Ahmedabad
Wednesday, May 8, 2024

લ્યો બોલો હવે… પંચાયતમાં ‘SP’ નહીં પરંતુ ‘SS’ રાજ..!! ધનસુરાની શીકા ગ્રામ પંચાયતના સદસ્યોના ઉપવાસ


સમગ્ર દેશમાં ગ્રામ પંચાયતનો વહીવટી પારદર્શક કરવા માટે પ્રધાનમંત્રી ખૂબ જ ગંભીરતા દાખવી રહ્યા છે અને પંચાયતોમાં SP રાજ એટલે કે સરપંચ પતિ વહીવટ ન કરે તે માટે હાકલ કરી હતી, પણ હવે પંચાયતોમાં એસ.પી. એટલે કે, સરપંચ પતિ નહીં પરંતુ એસ.એસ. એટલે કે,સરપંચ સસરા વહીવટ કરતા હોવાના આક્ષેપ સાથે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગ્રામ પંચાયતમાં વિરોધ જોવા મળ્યો છે.

Advertisement

ધનસુરાની શીકા પંચાયતનો વહીવટ મહિલા સરપંચના બદલે તેમના સસરા કરતા હોવાના આક્ષેપ સાથે પંચાયતના સદસ્ય એક દિવસીય પ્રતિક ઉપવાસ પર ઉતરતા તેમની સાથે અન્ય સદસ્યો પણ જોડાયા હતા.

Advertisement

શીકા ગ્રામ પંચાયતના સભ્ય પટેલ પરેશભાઈએ પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી આપ્યા બાદ તેઓ શીકા પંચાયતમાં ઉપવાસ પર બેસતા તેમની સાથે વધુ 5 સભ્યો ઉપવાસમાં જોડાયા હતા. તેઓએ તલાટીને આપેલ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે, શીકાના સરપંચ નીરૂબેન ખાંટના સસરા મોહનભાઈ પુંજાભાઈ ખાંટ પંચાયતનો વહીવટ કરે છે. સાથે સરપંચ અને માજી સરપંચ પંચાયતના વોર્ડના સભ્યો તરફ અપમાનજનક વર્તન કરે છે.

Advertisement

અરજીમાં જણાવ્યું છે કે તેઓએ સરપંચના સસરા વહીવટ કરતા હોઇ વિરોધ કરતા સરપંચના સસરા એ ધાક-ધમકી આપતાં એવું કહેલ છે કે અમો જ સરપંચ છીએ અને અમો જ પંચાયત નો તમામ વહીવટ કરીશું તારાથી જે થાય તે કરી લેજે અન મારી ઓળખાણ છેક ઉપર સુધી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!