28 C
Gujarat
Friday, August 21, 2026
Home ક્રાઇમ અરવલ્લી : સરડોઈમાં આઉટ પોસ્ટ હોવા છતાં લોકોની સ્થિતિ, જાગતે રહો, પોલિસ...

અરવલ્લી : સરડોઈમાં આઉટ પોસ્ટ હોવા છતાં લોકોની સ્થિતિ, જાગતે રહો, પોલિસ ઊંઘતી રહો..!! બુકાનીધારોનો ખૌફ..!!

0
263

અરવલ્લી જિલ્લામાં ક્રાઈમ રેશિયો સતત વધી રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગે છે, મોડાસા તાલુકાના સાયરા તેમજ શહેરી વિસ્તારોમાં સાયલેન્સર ચોરતી ટોળકી તેમજ ભિલોડા પંથકમાં હત્યા જેવી ઘટનાઓએ જોર પકડ્યું છે, ત્યારે મોંઘવારીના માર વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કર ટોળકી સક્રિય થઇ હોવાની બૂમો પડી રહી છે. મોડાસા તાલુકાના સરડોઇ ગામે છેલ્લા કેટલાક દિવસોથી બુકાનીધારી તસ્કર ટોળકી સક્રિય થતાં લોકોની ઉંઘ ઊડી ગઇ છે.

મોડાસાના સરડોઈ વિસ્તારમાં બુકાનીધારી તસ્કર ટોળકી સક્રિય થતાં લોકોમાં ભય ફેલાયો છે. સરડોઈ ડુંગરની તળેટીના રહેણાંક રાજપૂત ફળી, નાયક ફળી, પંચાલફળી, ભરવાડવાસ, ઈન્દીરાનગર વિસ્તારમાં રાત્રીના સમયે ગેંગ તરખાટ મચાવી રહી છે. રાત્રીના બાર થી ત્રણ વાગ્યાના સુમારે આ બુકાનીધારી ટોળકીના સાગરીતો ઘરો ઉપર પથ્થરો નાખે છે., બે ત્રણ વાર આવા પ્રયાસો થયા હતા, પરંતુ લોકો જાગી જતાં અંધારામાં અવાવરું જગ્યાએ નાસી ગયા હતા.

પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાય તેવી લોકમાંગ ઉઠી છે. જૂના પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ ઈન્દીરાનગર ના છેવાડાના વિસ્તારને નિશાન બનાવી ચોરીના પ્રયાસ કરતાં લોકો ત્રસ્તતા અનુભવે છે. આ વિસ્તારમાં પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવાય તેવી લોકમાંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!