38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ઝૂમસરના અને અન્યને BSF માં નોકરી આપવા ની લાલચ આપી...

અરવલ્લી : ઝૂમસરના અને અન્યને BSF માં નોકરી આપવા ની લાલચ આપી ગઠિયો અલગ અલગ માણસો પાસે થી 15 લાખ લઈ રફુચક્કર

0
334

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આટિયાદેવ અને આણંદ જિલ્લાના વતનીએ ઝૂમસર ના શખ્સ પાસે બીએસએફમાં નોકરી મેળવી આપી રૂ.15લાખની રકમ લઈ નોકરી નહિ આપી ઠગાઈ કર્યાની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલિસ સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકાના આટિયાદેવ ખાતે ખાનગી નોકરી કરતા અને આણંદ વતની ચિરાગભાઈ પટેલે પોતાના માસા આર.ઓ.પટેલ BSF માં મોટા અધિકારી હોઇ જેથી તેની BSF માં ઓળખાણ હોઇ જેથી પોતે રૂપીયા આપી સેટીંગથી BSF માં વ્યક્તિઓને નોકરી લગાવી આપતો હોવાનુ જણાવી ઇડર તાલુકાના ઝૂમસરના ઈશ્વરભાઈ તરાર ને વિશ્વાસમાં લઇ તથા આર.ઓ.પટેલ તરીકે ખોટુ નામ ધારણ કરી ઈશ્વરભાઈ સાથે વાતચીત કરી ઈશ્વરભાઈ ના દીકરાઓ તથા સગા સબંધીઓ અને મિત્રોના દીકરોઓની BSF માં નોકરી લગાવી આપવા માટેની લાલચ આપી અને નોકરી અપાવવાના બદલામાં તેણે ઈશ્વરભાઈ પાસેથી પોતાના પિતા અતુલભાઇ ડી.પટેલના બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટ નં .01780100019646 માં અલગ અલગ સમયે કુલ રૂ 7, 20,260 / – મેળવી તથા ભિલોડા તથા ચિલોડા ખાતે અલગઅલગ સમયે આશરે રૂ. 6,41,140 / – રોકડા મેળવી તથા આ કામના સાહેદો પાસેથી પોતાની રીતે રૂ 1,01,380 / – મેળવી તથા ઈશ્વરભાઈ પાસેથી પોતાની પત્નિ પ્રેગનેટ હોવાનુ બહાનુ બતાવી રૂ .33,000 / – મેળવી લઇ તથા તેના આર.ઓપટેલ તરીકેની ખોટી ઓળખ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ અન્નક્ષેત્રમાં જમા કરાવવાનુ બહાનુ બતાવી એસ.બી.આઇ બેન્કના એકાઉન્ટ નં .20314456038 માં રૂ 13,40 / – માં મેળવી લઇ એમ કુલ રૂ. 15,09,180 / – લઇ લીધેલ હોઇ અને ચિરાગ પટેલએ ઈશ્વરભાઈ તથા સાહેદોને રૂપીયા પરત ન આપી અવર નવાર વિશ્વાસમાં લઇ ખોટ ખોટા બહાના બતાવી ગુન્હાહીત વિશ્વાસ કરી છેતરપિંડી કરી ઠગાઇ કરી તથા ખોટા દરસ્તાવેજો બનાવી ગુન્હો કર્યો હતો બનાવ અંગે ઈશ્વરભાઈ તરાંરે ચિરાગભાઈ પટેલની સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!