30 C
Ahmedabad
Wednesday, May 8, 2024

વિકાસના પોકળ દાવાઓ ….15 દિવસથી રામગઢીમાં પીવાનું પાણી નથી …!! મહિલાઓનો બાળકો સાથે પંચાયતમાં હલ્લાબોલ, માટલા ફોડ્યા


અરવલ્લી જીલ્લામાં ચોમાસુ દસ્તક લઈ રહ્યું છે વહીવટી તંત્રના સબ સલામતના પોકળ દાવાઓ વચ્ચે અંતરિયાળ વિસ્તારો સહીત મોડાસા તાલુકાના ગ્રામજનો પણ પીવાના પાણી માટે વલખા મારવા પડતાં હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મેઘરજ તાલુકાના રામગઢી ગામમાં પાણી માટે દર દર ભટકવું પડતા મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓ આખરે પાણીના પોકાર માટે રણચંડી બની ગ્રામ પંચાયતમાં માટલા ફોડી પાણી આપો …પાણી આપોની બૂમો પાડી આક્રોશ ઠાલવ્યો હતો ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્ર પાણી અંગે જુઠ્ઠાણું ફેલાવતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

Advertisement

પંચાયત બહાર મહિલાઓએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો

Advertisement

ભાજપના રાજમાં અધિકારીઓ પ્રજાજનોની વાત “કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના” કહેવતની જેમ ગણકારતા ન હોવાથી પ્રજાજનો વહીવટી તંત્ર અને જવાબદાર તંત્રને ઘોર નિંદ્રામાંથી બહાર લાવવા આક્રોશરૂપી નિતનવા નુસ્ખા અપનાવી રોષ ઠાલવી રહ્યા છે

Advertisement

મેઘરજ તાલુકાના રામગઢી ગામમાં અનુસૂચિત જાતિ સમાજના ફળિયામાં છેલ્લા 15 દિવસથી રોજીંદા વપરાશ માટે પાણી ન મળતા પરિવારજનો પાણી માટે 3 થી 5 કિલોમીટર ધોમધખતા તાપમાં એક બેડાં માટે ભટકવું પડી રહ્યું છે પીવાના પાણી માટે વાહનો મારફતે કે પછી સાયકલ પર પાણી મેળવવા રઝળપાટ કરવો પડતો હોવાથી આખરે મહિલાઓ ગામમાં એકઠા થઈ ગ્રામપંચાયતમાં પહોંચી જવાબદાર તંત્રના છાજીયા લઈ, માટલા ફોડી વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કરી ગ્રામ પંચાયતના સત્તાધીશો અને જવાબદાર તંત્રને પાણીની વ્યથા અંગે જગાડવા પ્રયત્ન કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!