38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ સાબરકાંઠા :SOG પોલીસે બેરણા નજીક I-20 કારમાંથી 7 લાખ રૂપિયા નો...

સાબરકાંઠા :SOG પોલીસે બેરણા નજીક I-20 કારમાંથી 7 લાખ રૂપિયા નો 234 કિલો પોશડોડાનો જથ્થો ઝડપ્યો,નશાના કારોબારનો પર્દાફાશ

0
240

સાબરકાંઠા SP વિશાલ વાઘેલાએ યુવાધનને નશાની લત લગાડી ખોખલા બનાવી દેવાનું ભાવિ પેઢીને નશાની ગર્તમાં ધકેલી દેવાનું નેટવર્ક ચલાવતા પેડલરો સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસતંત્રને કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા જીલ્લા એસઓજી પોલીસે બેરણા ગામ નજીકથી આઈ-20 કારમાંથી પ્લાસ્ટિકના કાળા કોથળા અને ડબ્બાઓમાં ભરેલ પોશડોડાનો 234 કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો કાર ચાલક ફરાર થઇ જતા પોલીસે કારમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

સાબરકાંઠા એસઓજી પીઆઈ પી.એલ.વાઘેલા અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર હિંમતનગર નજીક પેટ્રોલિંગ હાથધરી વાહનોનું ચેકીંગ હાથધરાતા બેરણા ગામના પ્રવેશદ્વાર નજીક એક આઈ-20 કારનો ચાલક કાર રોડ નજીક મૂકી ફરાર થઇ જતા પોલીસે કારની તલાસી લેતા કારમાંથી કાળા કલરના પ્લાસ્ટિકના કોથળા અને પ્લાસ્ટિકના ડબ્બામાંથી પોશડોડાનો 234.42 કિલોગ્રામ કીં.રૂ.703260/-નો જથ્થો જપ્ત કરી કાર મળી રૂ.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!