42 C
Ahmedabad
Friday, May 17, 2024

મોડાસા દેશભક્તિના રંગે રંગાયું : નિવૃત્ત આર્મી જવાનની ભવ્ય શોભાયાત્રા,દેશની રક્ષા કરી નિવૃત્ત થયેલ સૈનિકનું ભવ્ય સ્વાગત


ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના અનેક જવાનો દેશની સરહદ પર રક્ષા કરી રહ્યા છે શહેરી વિસ્તારમાંથી કોઈ યુવક લશ્કરમાં ભરતી થયો હોય તેવું જવલ્લેજ જોવા મળતું હોય છે. ત્યારે 22 વર્ષ અગાઉ મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં રહેતા દિલીપ પરમાર નામના યુવાને 12 સાયન્સની પરીક્ષા પાસ કરી માં-ભોમની રક્ષા કરવા આર્મીમાં ભરતી થયા હતા 22 વર્ષ દેશની સરહદો પર ખડેપગે જીવના જોખમે રક્ષા કરી વતન પહોંચેલા નિવૃત આર્મી જવાનનું મોડાસા શહેરમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

Advertisement

Advertisement

માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા 22 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં રહેતા દિલીપ કુમાર સવજીભાઈ પરમાર માદરે વતન પહોંચતા પરિવારજનો અને સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું નિવૃત્ત આર્મી જવાનને સન્માનિત કરવા મોટી સંખ્યામાં સગા-સબંધી અને સ્થાનીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત આર્મી જવાન દિલીપ ભાઈ પણ ઉમળકાભેર આવકાર જોઇ ઝૂમી ઉઠ્યા હતા

Advertisement

મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં રહેતા અને હાલ યશ સોસાયટીમાં નિવાસ્થાન ધરાવતા દિલીપ પરમાર યુવાન વયે માં-ભોમની રક્ષા કરવા આર્મીમાં જોડાયા હતા સતત 22 વર્ષ સુધી દેશની વિવિધ સરહદ પર ફરજ બજાવી રાજસ્થાનના જોધપુરથી નિવૃત્ત થયા હતા રવિવારે માદરે વતન ઋષિકેશ સોસાયટીમાં પહોંચતા સોસાયટીના રહીશો અને શહેરના લોકોએ સામૈયુ કરી ખુલ્લી જીપમાં દેશભક્તિની સુરાવલીઓ વચ્ચે વાજતે-ગાજતે ઉમળકાભરે સ્વાગત કરી શોભાયાત્રા કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ જોડાયા હતા તેમના સન્માન સમારોહમાં પરિવારજનો, સગા-સબંધીઓ ,ગ્રામજનોએ અને આગેવાનોએ ફૂલહાર કરીને અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું તેમની દેશ સેવાઓને બિરદાવી હતી. અને શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગમાં સમગ્ર શોભાયાત્રા રૂટ પર આવતો શહેરી વિસ્તાર દેશભક્તિના હિલોળે ચઢ્યો હતો ઋષિકેશ સોસાયટી અને યશ સોસાયટીમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.
નિવૃત્ત આર્મી જવાન દિલીપ પરમારે સ્વાગત -સન્માનમાં મેરા ગુજરાત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા શહેરના યુવાનોને હું આ જરૂરી તમામ માર્ગદર્શન આપીશ અને સેવામાં જોડાવા આહવાન કરું છુ. ઉષ્માભર્યું ભવ્ય સવાગત-સન્માન કર્યું તે માટે સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!