26 C
Gujarat
Saturday, August 1, 2026
Home ક્રાઇમ વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવતી શામળાજી પોલીસ : સતત બીજા દિવસે સ્વીફ્ટ...

વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવતી શામળાજી પોલીસ : સતત બીજા દિવસે સ્વીફ્ટ કારમાંથી 1.69 લાખના દારૂ સાથે બુટલેગરને દબોચ્યો

0
218

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી નાના-મોટા વાહનો મારફતે કરી રહ્યા છે શામળાજી નજીક રતનપુર ચેકપોસ્ટ પર પોલીસે નાકાબંધી કરી રાઉન્ડ ધી ક્લોક વાહનોનું ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી સતત વિદેશી દારૂ ઝડપી બુટલેગરોના કીમિયાને નિષફ્ળ બનાવી રહી છે શામળાજી પોલીસે હરીયાણાથી સ્વીફ્ટ કારમાં 321 બોટલ દારૂ ભરી શામળાજી નજીક ડીલેવરી આપવા આવેલા ખેપીયાને દબોચી લઇ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવ્યું હતું. પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે અણસોલ ગામ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેંકિંગ હાથ ધરાતા એક સ્વીફ્ટ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-321 કીં.રૂ.169500/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર અભિમન્યુ શ્રીકૃષ્ણ જાંગડા (રહે,ખરાવડ, રોહતક-હરિયાણા) ને દબોચી લઇ દારૂ, મોબાઇલ અને કાર મળી રૂ.3.71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર પવન ઉર્ફે મટ્રી રઘુવીરસિંહ (રહે,ગુરુશર, હરિયાણા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!