28 C
Gujarat
Friday, August 21, 2026
Home પીપલ અરવલ્લી : કિસાન મોરચાના ઉપક્રમે મોટી ઇસરોલ ગામે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

અરવલ્લી : કિસાન મોરચાના ઉપક્રમે મોટી ઇસરોલ ગામે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

0
235

આજરોજ મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે તાલુકા રકક્ષાના બે જુદા જુદા કાર્યક્રમો ગુજરાત પ્રદેશના મોડાસા વિધાનસભા વિસ્તારક રાજેન્દ્રભાઈ શુક્લાની ઉપસ્થિતિમાં દૂધ મંડળી સભાખંડમાં યોજાયા હતા. જેમાં મોટી ઇસરોલ ગામે પક્ષીઘરની સફાઈ અને ચણ નાખીને પર્યાવરણ દિવસની ઉજવણી અને સુશાસન દિવસ અને તાલુકા કક્ષાની કિસાન મોરચાની બેઠકમાં મોટી સંખ્યામાં કિસાનો,નાગરિકો હાજર રહ્યા હતા.

આ બે કાર્યક્રમોમાં ઉપસ્થિત પ્રદેશ પ્રચારક રાજેન્દ્રભાઈ શુક્લાએ દુનિયામાં દેશ અને ગુજરાતનું નામ રોશન કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના યશસ્વી 8 વર્ષની સિદ્ધિઓ ગણાવી સૌને રાષ્ટ્ર સેવાના આ યજ્ઞમાં જોડાઈને આગામી ચૂંટણીમાં ભાજપની મોડાસા વિધાનસભા સહિત જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર ભગવો લહેરાય એ માટે આહવાન કર્યું હતું.

કિસાન મોરચા દ્વારા યોજિત તાલુકા કક્ષાની આ બેઠકમાં પ્રારંભે મોરચા પ્રમુખ પરસોત્તમભાઈ પટેલે સૌને આવકારી સરકારે કરેલા કામો અને કિસાન સન્માન નિધિ સહિત લાભદાયી કિસાન લક્ષી યોજનાઓ અંગે ઉડી માહિતી આપી હતી.જ્યારે જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઇ પટેલે આગામી 2022 ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કાર્યકરોને કેટલીક ચાવીરૂપ બાબતો અને મુદ્દાઓ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ રજૂ કરી હતી અને આગામી ચૂંટણીમાં જિલ્લાની મોડાસા વિધાનસભા સહિત ત્રણેય બેઠકોમાં ભાજપનો ભગવો લહેરવવા માટે ઉત્સાહભેર મક્કમતાથી કામે લાગી જવા અનુરોષ કર્યો હતો.

આ બન્ને બેઠકોમાં પ્રદેશ કિસાન મોરચાના સભ્ય મહેશભાઈ પટેલ(માલપુર),જિલ્લા કિસાન મોરચા મહામંત્રી જયદીપસિંહ(રેલ્લાવાડા),કોષાધ્યક્ષ દિનેશભાઇ પ્રજાપતિ(નવા),જિલ્લા. મોરચા ઉપાધ્યક્ષ આર.જી.વણકર, ઉપપ્રમુખ વિપુલસિંહ ચૌહાણ, તાલુકા કોષાધ્યક્ષ પ્રવિણભાઇ તરાર, અરજનભાઈ રાવલ,મંત્રી કનુસિંહ રાઠોડ તથા સ્થાનિક આગેવાનો ધુળાભાઈ ધર્માભાઈ પટેલ માનાભાઈ નાથાભાઇ,ભીખાભાઇ કાનાભાઈ પટેલઅરવિંદભાઈ એસ.પટેલ અને અન્ય કિસાન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે જિલ્લા કિસાન મોરચા મહામંત્રી જયદીપસિંહ(રેલ્લાવાડા)એ વિસ્તારક રાજેન્દ્રભાઈ શુક્લા સાહેબ સહિત આગેવાનોનો પરિચય કરવી સૌને તાલુકા ભાજપના મહામંત્રી અને મંડળીના ચેરેમન રમેશભાઈ પટેલે આવકાર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!