30 C
Ahmedabad
Sunday, May 12, 2024

Impact : મોડાસા તાલુકાન સરડોઈમાં બુકાનીધારી ટોળકીના ખૌફ વચ્ચે PSI ની મુલાકાત, સ્થાનિક લોકોના નિવેદન લીધા


સરડોઈમાં બુકાનીધારી ટોળકીના ચોરી પ્રયાસ અન્વયે P.S.I એ મુલાકાત કરી સ્થાનિક લોકોના નિવેદન લીધા હતા. મોડાસાના સરડોઈ ના ચામુંડા ટેકરી અને જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુકાનીધારી ટોળકી દ્વારા કરાતાં ચોરીના પ્રયાસ અન્વયે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. ગઢિયાએ આ વિસ્તારની મુલાકાત લીધેલ સરડોઈ ગ્રામ પંચાયતના સરપંચ ઉષાબા જે. પુવાર તેમજ પૂર્વ સરપંચ જયદત્તસિંહ પુવાર ની રજુઆત ધ્યાને લઈ રાજપૂત ફળી, નાયક ફળી, પંચાલ ફળી, ભરવાડ ફળી તેમજ ઇન્દીરાનગરના રહીશોની રૂબરૂ મુલાકાત લઈ નિવેદન લીધેલ આ વિસ્તારના આગેવાનો વિનયસિંહ પુવાર, મોતીભાઈ નાયક, વિનુભાઈ પંચાલ, રાણાભાઇ ભરવાડ, પબાભાઈ ભરવાડ તેમજ બીજા રહીશોએ નિવેદન માં જણાવેલ કે રાત્રીના સમયે બુકાનીધારી ટોળકી ઘરો ઉપર પથ્થરો નાખી ચોરી કરવાનો પ્રયાસ કરે છે. લોકો જાગી જતાં આ ટોળકી અંધારામાં નાસી છૂટે છે. રહીશોની રજુઆત ધ્યાને લઈ આ વિસ્તારમાં તાત્કાલિત અસરથી સઘન પોલીસ બંદોબસ્ત તેમજ હોમગાર્ડ પોઇન્ટ દ્વારા ફાળવાતાં રાહતનો દમ ખેંચ્યો છે.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે ત્રણ દિવસથી સરડોઇ પંથકમાં બુકાનીધારી ટોળકીએ હાહાકાર મચાવ્યો હતો અને રાત્રીના સમયે ચોરીનો પ્રયાસ કરવામાં આવતો હતો અને કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો પણ કરતી હતી ત્યારે મેરા ગજુરાત પર આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે પોલિસ તંત્ર જાગ્યુ અને આ વિસ્તારોની મુલાકાત કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!