30.4 C
Gujarat
Saturday, August 22, 2026
Home ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરા ‘બા’ ના આશીર્વાદ લેવા પહોંચ્યા, ત્યાં જ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરા ‘બા’ ના આશીર્વાદ લેવા પહોંચ્યા, ત્યાં જ ભોજન લેશે

0
660

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન ખાતે થી તેમની માતા હીરા બા ને મળવા માટે પહોંચ્યા છે હીરાબાગ કે જેઓ રાયસણ ખાતે રહે છે. દિવસનો પ્રવાસ પૂર્ણ કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાને મળવા માટે ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે જ્યાં તેઓ માતા સાથે ભોજન પણ લેશે.

નરેન્દ્ર મોદીના ભાઈ પંકજભાઈ કે જેઓ તેમના નાનાભાઈ છે. તેમના નિવાસ્થાને રહે છે. રાયણમાં તેઓ ત્યાં રહે છે. તેમની માતાને મળવા માટે વડાપ્રધાન પહોંચ્યા છે ત્યારે તેઓ કોઈ મોટી સુરક્ષા સાથે નહીં પરંતુ બે કારમાં માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે.
જ્યારે પણ તેઓ ગુજરાતમાં આવતા હોય છે ત્યારે અચૂક થી તેમની માતા હીરાબા ની મુલાકાત લેતા હોય છે. ચાર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત મેળવી છે ત્યારે આ ખુશી જે છે તે ખુશીનો અહેસાસ બીજેપીમાં સૌ કોઈને છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમાં બહુ મોટો ફાળો છે ત્યારે માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે.
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માતા હીરાબા ની ઉંમર ઘણી વધુ છે છેલ્લે તેઓ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે હિરાબા કેમેરા સમક્ષ આવ્યા હતા. ઘણા સમય પહેલા નરેન્દ્ર મોદી માતાના આશીર્વાદ લેવા માટે ગયા હતા ત્યારે બે વર્ષ બાદ તેઓ કોરોના બાદ ગુજરાતમાં આવ્યા છે. જેથી ઘણા સમય બાદ નરેન્દ્ર મોદી આજે ફરી તેમના માતા હીરા બા ને મળવા માટે પહોંચ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!