33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીશ ઝુકાવી 99 વર્ષના માતા હીરાબાના આશીર્વાદ લીધા, તેમની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીશ ઝુકાવી 99 વર્ષના માતા હીરાબાના આશીર્વાદ લીધા, તેમની સાથે સાદગી ભર્યું ભોજન લીધું

0
1812

4 રાજ્યોની જીત બાદ ગુજરાત ગાંધીનગર આવી માતા હીરા બાના આશીર્વાદ લેવા વડાપ્રધાન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 99 વર્ષ ના તેમના માતા હિરાબાની મુલાકાત 9 વાગ્યા આસ પાસ લીધી હતી જ્યાં માતા સાથે વડાપ્રધાને ભોજન લીધું. પીએમ મોદીની માતા સાથેની તસ્વીરો સામે આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન ખાતે થી તેમની માતા હીરા બા ને મળવા માટે પહોંચ્યા ગયા હતા. હીરાબા કે જેઓ રાયસણ ગાંધીનગર ખાતે તેમના નાના ભાઈ પંકજભાઈને ત્યાં રહે છે. તેમની સાથે વડાપ્રધાને 1 કલાકથી વધુ સમય અત્યાર સુધી વિતાવ્યો છે. તેઓ કોઈ મોટી સુરક્ષા સાથે નહીં પરંતુ બે કારમાં માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.

જ્યારે પણ તેઓ ગુજરાતમાં આવતા હોય છે ત્યારે અચૂક થી તેમની માતા હીરાબા ની મુલાકાત લેતા હોય છે. પ્રધાન નરેન્દ્ર મોદીએ માતા સાથે મન ભરીને વાતો કરી હતી તેમ જ તેમના આશિર્વાદ લીધા હતા અને માતા સાથે ડાઇનિંગ ટેબલ માં બેસી એક થાળીમાં ખીચડી જેવું સાદું ભોજન લીધું હતું. વડાપ્રધાન તમામ કામો પૂર્ણ કરી માતા સાથે સમય વિતાવવા માટે પહોંચ્યા હતા. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં તેમની માતાના નિવાસસ્થાનની બહાર લોકો એકત્રિત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!