37 C
Ahmedabad
Saturday, May 18, 2024

SP એટલે ‘સરપંચ પતિ’ નહી પણ ‘મહિલા સરપંચ’ જ ગામનો વહીવટ કરે : PM મોદી


નરેન્દ્ર મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાયેલા મારું ગામ કાર્યક્રમની અંદર સરપંચ પતિ વિશે ઉલ્લેખ કર્યો હતો અને બહેનો એ આ કામ કરવું જોઈએ તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું, કે હું, હરિયાણામાં જ્યારે એક સમય હતો અને ત્યાં કામ કરતો હતો ત્યારે એક વાર મેં મીટીંગ લીધી ત્યારે અહીં આવેલા ગામના લોકોએ મને કહ્યું કે, હું એસ.પી. છું ત્યારે મેં બધાને પૂછ્યું એસપી એટલે શું તો એવું જાણવા મળ્યું કે એસ પી એટલે સરપંચ પતિ.જે બહેનોને જનતા જનાર્દને ચૂંટયા છે એ બહેનો જાતે કામ કરે તેમના પતિ આ કામ ના કરે તેવું હસતા હસતા કહ્યું.

Advertisement

તેમણે એ પણ કહ્યું કે બહેનોને આ વાત ગમી ગઈ છે. એટલે હસે છે. બહેનો પાસે એટલી ક્ષમતા હોય છે કે આપણે તેમના પર ભરોસો મૂકીએ તો અદભૂદ તેઓ કામ કરી શકે છે આપણી દીકરીઓ દરેક જગ્યાએ આપણું નામ રોશન કરી રહી છે. દસમાં બારમા ધોરણના પરિણામો હોય કે કોઈપણ જગ્યાએ આજે બહેનો સારું કામ કરી રહી છે. ગામની અંદર બાળકોની ચિંતા થી લઇ દરેક પ્રકારની ચિંતાઓ થવી જોઈએ.જેને લગતી ચિંતાઓ થવી જોઈએ. સરકારના આ પ્રકારના કામો વધુને વધુ આગળ લઈ જશે. તેમાં સમાજના અને ગામ માટે જે મમતા જાગે છે આ મારું ગામ છે એ પ્રકારની એક લાગણી થાય ત્યારે એક ગામ પ્રગતિ ની ઊંચાઈ પર આગળ વધે છે. જેથી બહેનો પર ભરોસો મૂકો.

Advertisement

એ ગામ મને યાદ છે લાલ બહાદુર શાસ્ત્રીજી એક કાર્યક્રમ કર્યો હતો. કેટલીક શરતો મૂકી કે એ ગામની અંદર મારે રોકાવું છે . જે એ શરતો પૂરી કરે ત્યારે આણંદ પાસે અજરપુરા ગામ છે ત્યાં લાલ બહાદુર શાસ્ત્રી આણંદના અજરપુરા ગામ પાસે રોકાયા હતા.

Advertisement

સાંભળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કહ્યું, વીડિયોમાં જુઓ

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!